Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

છાનગપતીયાની ફરિયાદોને પગલે ત્રણ પાર્લર-કાફેમાં પોલીસના દરોડાઃ ૮ યુવતિ, ૯ યુવાનોને પોલીસ મથકે લાવવામાં આવ્યા

ચોૈધરી હાઇસ્કૂલ આસપાસ આવેલા હેપ્પી આઇસ્ક્રીમ પાર્લર, કમલ કાફે અને મિત કાફેમાં પ્ર.નગર પોલીસના દરોડા

રાજકોટઃ શહેરના અમુક આઇસ્ક્રીમ પાર્લર અને કાફેમાં છાત્રા-છાત્રો અને યુવક-યુવતિઓને છાનગપતીયા માટે વ્યવસ્થા કરી અપાતી હોવાની ફરિયાદોને પગલે અગાઉ એનક વખત પોલીસે આવા પાર્લરોમાં દરોડા પાડ્યા હતાં. આજે ફરીથી પ્ર.નગર પોલીસે ચોૈધરી હાઇસ્કૂલ આસપાસ આવેલા હેપ્પી આઇસ્ક્રીમ પાર્લર, કમલ કાફે તથા મિત કાફેમાં અચાનક દરોડા પાડતાં કપલ્સમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આ કાફે-પાર્લરોમાંથી આઠ યુવતિ અને નવ યુવાનોને પોલીસ મથકે લાવી પુછતાછ કરી હતી. અમુક કોલેજથી છુટીને કે કલાસમાં જવાના બહાને કાફેમાં પહોંચ્યા હોવાનું જણાવાયું હતું. આવા પાર્લરોમાં મર્યાદા લોપાય તેવા વર્તન થતાં હોવાની ફરિયાદોને પગલે પોલીસે આ તમામને ઠપકો આપી જવા દીધા હતાં. તેમજ સંચાલકોને પણ આકરી ભાષામાં સમજાવાયા હતાં તેમજ જરૂર પડ્યે કાર્યવાહી કરવામાં આવશે તેવી સુચના અપાઇ હતી.  પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયા, હેડકોન્સ. મુસ્તાકભાઇ, અરવિંદભાઇ, અશોકભાઇ કલાલ, જયેન્દ્રસિંહ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ, હેમેન્દ્રભાઇ, પૂર્વીકાબેન ગોંડલીયા, જીતુબેન સહિતના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં જ્યાં દરોડા પડ્યા તે કાફે-પાર્લર, મહિલા પોલીસ કર્મચારીઓ સહિતનો સ્ટાફ અને યુવક-યુવતિઓ મોઢે બુકાની બાંધી બહાર નીકળ્યા તે દ્રશ્યો જોઇ શકાય છે.

(3:36 pm IST)