Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભો-આંબલીઃ લીવર સહિતના અનેક રોગોમાં ઉપયોગી

ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, પથરી, ડિપ્રેશન, વગેરે રોગોમાં ઉપયોગીઃ લીવરના રોગો કમળામાં અકસીરઃ કોટક સ્કુલનું સંશોધન

કોટક સ્કુલના પ્રિન્સીપાલ માલાબેન કુંડલીયા, શિક્ષક અશ્વિન ભુવા સાથે ધો.૯ની છાત્રાઓ માન્યા સાવલાણી, સુઝાન ચાવડા, પ્રગતિ શેઠવા, જાનવી કોટેચા નજરે પડે છે.

 ભો-આંબલી (લીવર સુધારક)

પ્રદેશ અને ઋતુ અનુસાર થતા જુદા જુદા રોગોના ઉપચાર કરવા માટે આપણા વડવાઓએ વિકસાવેલી અને 'ડોશીમાનું વૈદુ' તરીકે ઓળખાતી આ દેશી પદ્ઘતિને ફરીથી જાગૃત કરીને તેનું વૈજ્ઞાનિક ઢબે સંશોધન કસ્વામા આવી રહ્યું છે ખાસ કરીને યુવાનોને આયુર્વેદના વૈજ્ઞાનિક ઢબના સંશોધન તરફ વાળવા માટે ખુબજ ઉપયોગી સાબિત થાય તેમ છે. દ્યણા રોગોના ઉપચાર મા એલોપેથી દવા કરતા આયુર્વેદ પધ્ધતિ વધારે અસર કરતી જોવા મળેલી છે. એલોપેથી દવા તાત્કાલિક અસર કરતી જોવા મળે છે. જે જરૂરી અને મહત્વનું પણ છે. આ પદ્ઘતિ પણ ખૂબ જ સારી ગણાય છે પરંતુ તેની આડઅસરો પણ એટલી જ જોવા મળે છે. જયારે આયુર્વેદિક પદ્ઘતિ લાંબા ગાળે સારી અસર કરતી હાય છે તેમ છતાં યોગ્ય રીતે વપરાય તો તેની કોઈ આડઅસર જોવા મળતી નથી. આયુર્વેદ પદ્ઘતિમાં પરેજી પાડવી જરૂરી છે. ઉપરાંત તે તાસીર પર આધાર રાખે છે, અત્યારે ઉત્પન થતા મોટાભાગના રોગો અયોગ્ય ખાણીપીણી અને અયોગ્ય જીવનશૈલી કારણે થાય છે.

 ભો— આંબલી  (લીવર સુધારક) આયુર્વેદના નિષ્ણાત ની માનીતી ઔષધ છે

આ છોડ ઉષ્ણકટીબંધીય વિસ્તારોમાં બધે જ જોવા મળે છે ખાસ કરી ને દરીયાકાંઠાના વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે ગુજરાતના તમામ વિસ્તારોમાં ઓ છોડ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન બધી જગ્યાએ આપ મેળે ઉગી નીકળે છે. ખેડૂતો ખેતરમાંથી નિંદામણ સમજીને તેને દૂર કરી નાખે છે. ચોમાસાની ઋતુ સિવાય જયાં જમીનને સતત પાણી મળતું હોય ત્યાં પણ આ છોડ ઊગી નીકળે છે બાગ ઉગીચામાં કે કુંડામાં પણ ઉછેરી શકાય છે, તેની ઊંચાઈ સામાન્ય રીતે પ સેમી થી પ૦ સેમી સુધીની જોવા મળે છે, તેનાં પાન આંબલીનાં પાનના આકાર જેવા તેનો કલર લીલો અથવા આછા  કલરનો હોય છે. તેના પાનની ડાળીની નીચેના ભાગે રાયના દાણા જેવડા ઝીણા ઝીણા ઘણા બધા ફળો  આવેલા હોય છે. એટલે જ તેને અંગ્રેજીમાં (Seed-Under-Leaf) ના નામથી ઓળખાય છે. જો બર્હીગોળ લેસથી તેનો આકાર જોવામાં આવે તો તે મોટા આંબળા જેવો  જ દેખાય છે તેનો સ્વાદ પણ અનાજ જેવો જ હોય છે, સૂર્યાસ્ત પછી સાંજના સમયે તેના પાન લજ્જામણીના છોડની જેમ બીડાય જાય છે સવારે આપ મેળે ફરીથી ખુલી જાય છે.  ચોમાસા પછી પાણી ન મળવાના કારણે છોડ સુકાઈ જાય છે તેથી તેનાં પાનનો સંગ્રહ કરી લેવો

પરંપરાગત ઔષધઃ

ભો આંબલી ભારતીય આયુર્વેદમાં એક મહત્વની વનસ્પતી છે તે ખાસ કરીને

(૧) લીવર (યકૃત) (૨) પીત્તશય (Ga|| bladder) (૩) મુત્રપિંડ (kidney) (૪) બરોળ (Spleen) નાં રોગોમાં ઉપચાર માં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે, કમળા (Jaundice) જેવા રોગોમાં અકસીર કામ કરે છે. મુખ્યત્વે પિત્ત્।નાશક અને રોગ પ્રતિકારક શકિત વધારે છે ડાયાબિટસનાં ઘણા દર્દીઓ કાંકચીયાનાં પાનની સાથે જ સરખા ભાગ ભોઆંબલીનાં પાનનું મિશ્રણ કરીને સેવન પણ કરે છે અને દર્દીઓને ડાયાબિટીસમાં ફાયદો પણ   જણાય છે. ભોંઆમલીના પાનનો રસ પેશાબની ચૂનાના ક્ષાર - કેલ્શિયમ (Calcium) નું પ્રમાણ પણ ઘટાડે છે. તેથી અંગ્રેજીમાં તેને 'સ્ટોન-બ્રેકર' (Stone breaker) ના નામથી પણ ઓળખાવામાં આવે છે.

'તેનું વૈજ્ઞાનિક વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય છે'

વૈજ્ઞાનિકનામ : - Phyllanthus niruri (ફાઇલેન્થસ નિરૂરી)

*Family (કુળ)- Phyllanthaceae

 અંગ્રેજીમાં નામઃ- Stone breaker, Seed-Under-Leaf, Chanca Piedra

સંસ્કૃતનામઃ- ભુખ્યામલકી, ભુવાત્રી, વિતુન્તિકા

 ભો આંબલી માં રહેલા રાસાયણિક તત્વો અને તેના ઉપયોગો

(૧) લીગન્નાન્સ (Lionaris) જેમકે(૨) ફાયલેન્થીન (Phyllanthin) (૩) હાયપો ફાયલેન્થીન (Hypophyllanthin)

ઉપયોગો 

૧. લીવરના જુદા જુદા રોગોમાં ખૂબ ઉપયોગી ૨. કમળાનો રોગમાં ખૂબજ ઉપયોગી ૩, ન્યુકિલયર ફેકટર કાપ્પા બી   (N.F.K.B) ને રોકતા હોવાથી તે દુખાવામાં તથા સોજામાં ઉપયોગી છે, ૪. તે B તથા T સેલને (Cell) વધતા રોકતા હોવાથી એલર્જીમાં પણ ઉપયોગી છે પ. પી,  ગ્લાઇકો પ્રોટીનનું કામ રોકે જેથી કેન્સરમાં પણ ઉપયોગી છે. ૬. કોન્ડ્રોપ્રોટેકટીવ છે. જેથી હાડકા તથા કાર્ટીલેજને મજબુત બનાવે છે. તેથી સંધીવામાં પણ ઉપયોગી છે. ૭.  તે ઝેન્થીન ઓકર્સાડેઇઝને પણ રોકે છે. તેથી તે ગાઉટમાં (ગઠીયો વા) પણ ઉપયોગી છે.

 (૨) બત્રીસ પ્રકારના અલ્કાલોઇડ જેમ કે (એ) આઇસો-બબીયાલીન (બી) એપી-બબીયાલીન (સી) સીકયુરીનીન (ડી) અમાઈડ આલ્કાલોઈડ વગેરે... જેમાંથી અમાઇડ આલ્કાલોઈડ મલેરીયામાં ઉપયોગી છે.

(૩) ટર્પીનોઈડ જેમકે ગ્લોકીડોન જે કેન્સર માં ઉપયોગી છે (૪) ટેનીન જેમાં કોરીલાજીન અને જેરાનીન બન્ને કેન્સર, એઈડ્રસ તથા દુખાવામાં ઉપયોગી છે જયારે જેરાનીન લીવરની સંભાળ રાખે છે. (૫) ફલેવેનોઈડ એન્ટી ઓકસીડન્ટ તરીકે શરીરની સંભાળ રાખે છે.

આ વનસ્પતિના અન્ય ઉપયોગો

(૧) ડાયાબીટીસ (ર) કોલેસ્ટ્રોલ (૩) પથરી (૪) ડીપ્રેશન (૫) ઘા માં રૂઝ લાવવામાં ઉપયોગી છે.

નિષ્ણાંતો-સેવાભાવીઓનો સહયોગ

ડો. જયેશ હરખાણી (એમબીબીએસ) ગર્વમેન્ટ હોસ્પિટલ, ગાંધીનગર, (મો.૯૫૭૪૦ ૦૮૧૮૬)

ડો. દેત્રોજા એમ.ડી. (આર્યુવેદ) ગર્વમેન્ટ હોસ્પિટલ, બગસરા, (મો.૯૪૨૯૭૧૩૭૫૭)

પ્રોફેસર ડો. દેવાંગ પંડયા, M Pharm Ph.D (Pharmacognosy) School of Pharmacy RK University. Rajkot.  મો. ૯૮૯૮૧૬૮૦૩૪, ૯૪૦૮૪૦૬૪૪૬

(૨) ડો. રીધ્ધિશ પડીયા . Ph.D.(Ayu. Pharm.) મો.૯૯૨૪૪૬૪૨૮૪, જામખંભાળીયા

(૩) ડો. કિરીટ પટેલ BA M S (Ayurved) મો.૯૪૨૬૯૯૫૦૮૯

(૪) ચેતનભાઇ સવાણી (ચૈતન્ય આયુર્વેદ) મો.૮૨૦૦૨ ૯૭૮૦૦

(૫) હિરેન વેકરીયા (Dpharm) ઓમ મેડીસીન રાજકોટ મો.૯૫૭૪૭૭૬૫૨૫

(૬) વિનોદ પંડયા M.Sc. Bed.(Botany) મો.૯૪૨૮૨૭૪૯૫૦

(૭) લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ ડો. આર. જે. ભાયાણી, ફોન (૦૨૮૧) ૨૪૪૯૯૪૦

 (૮) લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ નિમેષ મેઘાણી મો.૭૦૯૬૮ ૦૬૦૪૯

 આંબલીના પાનની સાથે અન્ય ઔષધિનું સેવન કરનાર વ્યકિતઓ .

૧. ડો. આર. જે. ભાયાણી, લોક વિજ્ઞાન કેન્દ્ર-રાજકોટ ફોનઃ (૦૨૮૧)૨૪૪૯૯૪૦

૨. અશ્વિનભાઈ ચોવટીયા- અમદાવાદ મો. ૭૬૦૦૩ ૯૬૩૮૦ (લીવર માટે ઉપયોગ કરે છે.) 

જાણીતા સેવાભાવી બળવંતભાઈ મકાતી, રાજકોટ - મો. ૬૩૫૪૪ ૦૫૯૭૩ ના જણાવ્યા પ્રમાણે નીચેની વ્યકિતઓએ સોરાયસીસ નામ ચામડી ના રોગમાં ઉપયોગ કરે છે.

૧. મોહનભાઇ, મોટી મારડ - મો. ૯૯૨૪૦ ૧૮૭૭૫

૨. ચંદુભાઇ, ટીંબાવાડી - મો. ૯૭૨૬૨ ૬૯પ૨૭  

પૂ.લાલબાપુના આર્શીવાદ

ઉપલેટા નજીક આવેલા ગધેથડના ગાયત્રી આશ્રમના મહંતશ્રી પૂ. લાલબાપુ ઘણા રોગોમાં ભો-આંબલી અને કાકચીયાના પાનના રસની ભલામણ કરે છે. શ્રી કેયુર અનડકટ (મો.૯૪૨૬૪૮૦૨૮૦) જણાવ્યા પ્રમાણે તેમના માતુશ્રીને ફેફસાનું છેલ્લા સ્ટેજનું કેન્સર હતુ તે લાલબાપુના આર્શીવાદ અને પાનના રસથી  દુર થઇ ગયું છે. છેલ્લા દોઢેક વર્ષથી કેન્સરની દવા વગરનું તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.

લેખક / ગાઇકઃ

અશ્વિન ભુવા

કોટક સ્કુલ રાજકોટ

મો.૯૪૨૮૮ ૮૯૫૬૦/૮૩૨૦૫૫૬૦૧૨

(1:29 pm IST)