Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

જંગલેશ્વર રાધાકૃષ્ણનગરનો વિપુલ કોળી ૬૬ બોટલ દારૂ સાથે પકડાયો

ભકિતનગર ડી. સ્ટાફના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા અને કોન્સ. દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી દરોડો

રાજકોટઃ ભકિતનગર પોલીસે જંગલેશ્વર રાધાકૃષ્ણનગર-૨૦ના ખુણે રહેતાં વિપુલ સુખાભાઇ બાવળીયા (ઉ.૨૩) નામના કોળી શખ્સને વ્હીસ્કીની ૩૦ અને જીનની ૩૬ મળી કુલ રૂ. ૨૬૪૦૦ના ૬૬ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી એચ. એલ. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, રણજીતસિંહ પઢારીયા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, મનિષભાઇ શિરોડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇની બાતમી પરથી આ કાર્યવાહી થઇ હતી. વિપુલ દારૂ કયાંથી લાવ્યો? તે અંગે તપાસ થઇ રહી છે.

(1:29 pm IST)