Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

રાજકોટના ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક પાસે

૧૦૮ બોટલ દારૂ સાથેની કાર ઝડપાઇઃ લાલપુર વાંસજાળીયા-રાજકોટના જયેશ, પરેશ અને વિવેકની ધરપકડ

રાજકોટ તા. ૨૨: તાલુકા પોલીસે ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક પાસેથી રૂ. ૫૪૦૦૦નો ૧૦૮ બોટલ દારૂ ભરેલી જીજે૦૩જેસી-૧૫૭૩ નંબરની કાર ઝડપી લઇ ત્રણ શખ્સો જામનગરના લાલપુરના જયેશ રમણિકલાલ રૂપારેલ (ઉ.૫૨), જામજોધપુરના વાંસજાળીયાના પરેશ છગનભાઇ હીંગળાજીયા (ઉ.૪૫) તથા રાજકોટ સાધુ વાસવાણી રોડ પર ગીતાંજલી કોલેજ પાસે નંદવિલય એપાર્ટમેન્ટ બી-૨૦૪માં રહેતાં વિવેક જેન્તીભાઇ ભીમાણી (ઉ.૨૯)ની ધરપકડ કરી હતી.

તાલુકા ડી. સ્ટાફના નગીનભાઇ ડાંગર અને હિરેનભાઇ આહિરને બાતમી મળી હતી કે ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક પાસે કાર ઉભી છે તેમાં દારૂ છે, તેના આધારે પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ અને જેને બાતમી મળી તે બંને સહિતની ટીમે પહોંચી ત્રણ શખ્સને દારૂ ભરેલી કાર સાથે પકડી લીધા હતાં.

જયેશ ડ્રાઇવીંગ કરે છે અને પરેશ ખેતી ધરાવે છે. જ્યારે રાજકોટના વિવેક ઓટો પાર્ટસનો ધંધો કરે છે. તેણે બંને મિત્ર જયેશ અને પરેશ સેલવાસ બાજુથી આવતાં હોઇ પેટીઓ ભરી લાવવા કહ્યું હતું. બંને દારૂ સાથે ગોંડલ રોડ ચોકડીએ આવ્યા ત્યારે વિવેક આ માલની ડિલીવરી લેવા પહોંચ્યો હતો. તે વખતે જ પોલીસ ત્રાટકી હતી. કુલ રૂ. ૨,૦૭,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ ત્રણેયની વધુ પુછતાછ થઇ રહી છે.

(11:18 am IST)