Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અરજીની તપાસમાં પપૈયાવાડીમાં ગયેલી પોલીસને કૃતિ મહેતાના ઘરમાંથી ૧૩ બોટલ દારૂ મળ્યો

એક મહિલાએ કરેલી અરજી સંદર્ભે મહિલા પીએસઆઇ એન. બી. ડોડીયા અને ટીમ લેપટોપ, પેનડ્રાઇવ, મોબાઇલની તપાસ માટે ગયા ત્યારે પલંગ નીચેથી બોટલો મળતાં માલવીયાનગર પોલીસને જાણ કરી : અરજી કરનાર અને કૃતિના કેવા ફોટા પેનડ્રાઇવમાં છે? બંને વચ્ચે શું રિલેશન? તે અંગે પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ પર જુની પપૈયાવાડી-૪માં ત્રિશલાનંદન નામના મકાનમાં રહેતી વણિક મહિલા વિરૂધ્ધ પોલીસને એક અરજી મળી હોઇ તેની તપાસ માટે તેના ઘરે પહોંચતા ઘરમાંેથી દારૂની ૧૩ બોટલો મળતાં કબ્જે કરી તેના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ એક મહિલાએ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી કે પપૈયાવાડી-૪માં રહેતી કૃતિ દિલીપભાઇ મહેતા (જૈન) (ઉ.૨૫) વિરૂધ્ધ અરજી કરવામાં આવી હોઇ ે પીએસઆઇ એન. બી. ડોડીયા, એએસઆઇ મધુબેન પરમાર, હેડકોન્સ. સોનલબેન ગોસાઇ, કોન્સ. અજયભાઇ હુંબલ સહિતનાએ અરજદાર મહિલા અને કૃતિ બંનેને પોલીસ મથકે બોલાવ્યા હતાં. આ વખતે અરજદારે કૃતિના ઘરમાં રહેલા લેપટોપ, મોબાઇલ અને પેનડ્રાઇવમાં પોતાના અને કૃતિના અમુક ફોટાઓ હોવાની વાત કરતાં આ અંગે તપાસ કરવા માટે પીએસઆઇ ડોડીયા અને સ્ટાફ કૃતિ તથા અરજદાર બંનેને સાથે લઇ કૃતિના ઘરે પહોંચ્યા હતાં. ત્યાં તપાસ કરતાં મકાનના નીચેના ભાગે આવેલા રૂમમાં એક થેલો પડ્યો હોઇ તે તપાસતાં જુદી-જુદી બ્રાનડનો ૧૩ બોટલ દારૂ રૂ. ૬૬૦૦નો મળ્યો હતો.

કૃતિને પોલીસે આ બાબતે પુછતાં દારૂ પોતાનો જ હોવાનું કબુલતાં માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. એસ. ચંપાવતે ત્યાં પહોંચી કૃતિ મહેતા સામે દારૂનો ગુનો નોંધ્યો હતો. સાંજનો સમય હોઇ તેની ધરપકડ બાકી રાખી હતી.

(3:13 pm IST)