Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રાજકોટમાં વાણંદ યુવાનનું તેની દુકાનેથી અપહરણ કરી જતા બે શખ્સો અપહરણ કારોને ઝડપી લેવા નાકાબંધી

રાજકોટઃ અહિના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ગીરીરાજ હોસ્પિટલ નજીક જગન્નાથ ચોક પાસે આવેલ એક રાઠોડ હેર આર્ટ નામની દુકાનના માલિક નિલેશભાઇ (ઉ.વ.૨૭)નું આજરોજ રાત્રીના સમયે બે અજાણ્યા બાઇક સ્વારોએ દુકાનમાં ઘુસી જઇ દુકાન માલિક નિલેષભાઇનું અપહરણ કરી ગયાની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે

આ ઘટના અંગે પોલીસમાં જાણ કરતા અપહરણકારોને ઝડપી લેવા રાજકોટ તાલુકા પોલીસે શહેર ફરતે નાકા બંધી કરી છે. આ વાણંદ યુવાનનું શા માટે અપહરણ કર્યુ તે અપહરણ કારો ઝડપાયા બાદ બહાર આવશે

(8:51 pm IST)