Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ઇજનેરોની અરસપરસ બદલીઓઃ ચીરાગ પંડ્યા પાસેથી સ્માર્ટ સીટી પ્રોજેકટ છીનવી લેવાયોઃ કોર્પોરેટરની માગણી બાદ વોર્ડ નં-૩ના ડે.ઇજનેરની બદલી

રાજકોટઃ આજે બપોર બાદ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનીધી પાનીએ સીટી ઇજનેરોની અરસપરસ બદલીના હુકમો કરેલ છે ઇજનેર ભાવેશ જોષીને સ્માર્ટસીટીના જનરલ મેનેજરની જવાબદારી સોંપવામાં આવી છે.

તેના સ્થાને સીટી ઇજનેર ચીરાગ પંડ્યા કે જે સ્માર્ટ સીટી પ્રોજેકટની જવાબદારી સંભાળતા હતા તેમને મુકવામાં આવ્યા છે આ ઉપરાંત સીટી ઇજનેરો એચ.યુ. દોઢિયા, કે.એસ.ગોહેલ વગેરેને એકસપ્રેસ ફિડર, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વગેરે વિભાગમાં બદલી કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનરશ્રી પાનીએ ૩ ડે. ઇજનેરોની બદલીઓ કરી છે. જેમાં વોર્ડ-૩ના ડે.ઇજનેરશ્રી રાજદેવ કે જેની બદલી કરવા કોર્પોરેટરોએ માગણી કરી હતી તેમને આવાસ યોજનામાં મુકવામાં આવ્યા છે અને તેના સ્થાને ડે. ઇજનેર શ્રી વાસ્તવને મુકવામાં આવ્યા છે

આવાસ યોજનાના ડે.ઇજનેર શ્રી કારિયાને વોર્ડ નં.-૧૦માં મુકવામાં આવ્યા છે જયારે ડે.ઇજનેર અને કમિશનરશ્રીના ટેકનીકલ પી.એ.શ્રી કુકડિયાની બદલી કરવામાં આવી નથી.

(7:48 pm IST)