Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવો છે?: રવિવારે ઓડીશન

'' મામા - ભાણેજ'' ફિલ્મ બનશે, રાજકોટના જ કલાકારો લેવાશેઃ આજુબાજુના ગામોમાં થશે શુટીંગ

રાજકોટઃ તા.૨૨, ગુજરાતના કલાકારો માટે ઉમદા અને સોનેરી તક રાજકોટમાં નવ બની રહેલી '' અર્બન ગુજરાતી ફિલ્મ''નું ઓડિશન થઇ રહયું છે. રાખડીનો રખેવાડ, સાજન તારી પ્રિત, પિકનીક, જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર અને છેલ્લા ૧૫ વર્ષથી ફિલ્મની કથા- પટકથા લખનાર હસુભાઇ (હંસરાજ ફિલ્મ) દ્વારા આગામી રજુ થનાર ફિલ્મ '' સાજન તારો સાથ વાલો લાગે'' જે ટંુક સમયમાં રજુ થઇ રહી છે. જેનુ ટ્રેઇલર યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહયું છે.

 નવા પ્રોજેકટ માટે રાજકોટની આશા ઓલ સ્પેસને ફિલ્મના પોડકશન, માર્કેટીંગ, ઓડિશન, પ્રમોશન વગેરે જેવી જવાબદારી આ કંપનીને સોંપવામાં આવી છે.  રાજકોટના કલાકારોને એક સારુ પ્લેટફોમ મળી રહે તે હેતુથી નવી ફિલ્મનું ઓડિશન રાજકોટ ખાતે રાખ્યું છે. અને ફિલ્મનું શુટીંગ પણ રાજકોટ અને આજુ બાજુના ગામનું જ રહે છે તા.૨૪ રવિવારે બાદશાહ ફિલ્મ સ્ટુડીયો પંચાયત ચોક ખાતે ઓડિશન રાખવામાં આવ્યું છે. અને ફાઇનલ ઓડિશન તા.૧ જુલાઇના રવિવારે રાખેલ છે.

 નવી બનનાર ફિલ્મ વિશે વાત કરતા શ્રી અફઝલભાઇ (ભાઇજાન) યાદીમાં જણાવે છે કે આ નવી ફિલ્મનું ટાઇટલ '' મામા-ભાણેજ'' છેે જેની એક કોમેડી અને થ્રીલર ફિલ્મ છે. જેની કથા-પરકથા હંસરાજભાઇએ લખી છે. જે ફિલ્મ માટે સેકન્ડ હિરો હિરોઇન બાળકલાકાર,  વૃધ્ધ, સાઇડ કલાકાર, કોમેડીયન, વિગેરે જેવા કલાકારોેને તક આપવામાં આવશે.

 ઓડિશન માટે હંસરાજભાઇ મો.૯૮૭૯૧૪૧૪૧૯ અને અફઝલભાઇ (ભાઇજાન) મો.૮૦૦૦ ૦૨૧૨૩૪ પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:16 pm IST)