Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ફી કમિટિના લોલંલોલ સામે DEOને ઉગ્ર રજૂઆત કરતુ યુવક કોંગ્રેસ

ફી પ્રશ્ને વાલી-છાત્રોના હિતમાં ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટઃ ફી પ્રશ્ને આજે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મુકેશ ચાવડા, રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી તે સમયની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૨ :. શાળાઓની ફી પ્રશ્ને આજે રાજકોટ શહેર યુવક કોંગ્રેસ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યુ હતું.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે કાયદો ફી માટે ઘડવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ફી રેગ્યુલેશન કમિટીમાં સ્કૂલોએ પોતાની ફી માટેની દરખાસ્ત રજુ કરવાની હોય તો સૌરાષ્ટ્ર ઝોનમાં આશરે ૫૦૦૦થી પણ વધારે સ્કૂલોનો સમાવેશ થયેલ છે તો સરકાર દ્વારા જે ફી કમિટીની રચના કરવામાં આવેલ છે તો તેમા કેટલી સ્કૂલોએ ટોટલ ફી દરખાસ્ત કમિટીને રજૂ કરેલ છે. તેની અમોને માહિતી આપશો. સમગ્ર રાજકોટની અંદર સૌરાષ્ટ્રનું રાજકોટ શિક્ષણ માટે કેપીટલ ગણાતું હોય તો રાજકોટમાં આજ દિન સુધી ફી રેગ્યુલેશન કમિટી (એફઆરસી)માં કેટલા લોકોએ દરખાસ્ત કરેલ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને જે સ્કૂલો દ્વારા હેરાન અને પરેશાન ફી માટે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યા છે એવી અનેક ફરીયાદો મળેલ છે. રાજકોટની આ સ્કૂલો ઉપર અત્યાર સુધીમાં કયા પ્રકારના પગલા લેવામાં આવેલ છે ? તે જણાવશો. હાલની જે રાજકોટ શહેરની સ્કૂલો દ્વારા જે મનઘડત ફી લેવામાં આવે છે તો આપશ્રીને રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના નાતે કઈ સ્કૂલ રાજકોટમાં હાલમાં શું ફી લઈ રહી છે ? તે અંગેની માહિતી આપની પાસે છે ? કે ખાલી માત્રને માત્ર શિક્ષણ માફીયાઓને બચાવ કાર્ય આપના દ્વારા થઈ રહ્યુ હોય એવું રાજકોટની પ્રજા માની રહી છે. આવનારા દિવસોની અંદર આપના દ્વારા સમગ્ર રાજકોટની શહેરની સ્કૂલો ફી બાબતનું મોનીટરીંગ કરવામાં આવે.

જે સ્કૂલોએ સરકારના ફી રેગ્યુલેશન કમિટી (એફઆરસી) દ્વારા ફીની દરખાસ્ત નથી મોકલેલ તેવી સ્કૂલો ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ અને જે સ્કૂલો પ્રજાને લૂંટી રહી છે તેવી સ્કૂલોના નામ અને સરનામા આપીને પાસે ન હોય તો અમો તે વિગત પુરી પાડવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન ન છેડવુ પડે એ માટે રજૂઆત કરી રહ્યા છીએ તેની સત્ય હકીકત અમોને અત્યારે આપશો. અન્યથા અમારે ઉગ્ર આંદોલન છેડવું પડશે.

આ આવેદન આપતી વેળાએ ડો. રાજદિપસિંહ જાડેજા, મુકેશ ચાવડા, મુકુંદ ટાંક, નિતીન ભંડેરી, આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, સુરજ ડેર, અમિત પટેલ, નરેન્દ્ર સોલંકી, ઋતુરાજસિંહ ઝાલા, કેતન ઝરીયા, ભરતસિંહ જાડેજા, ઈલ્યાસભાઈ મુલતાણી, નીલરાજ ખાચર, મૌલેશ મકવાણા, યજ્ઞેશ દવે, રવિ જીતીયા, અલ્પેશ સાથરીયા, દર્શીલ મકવાણા, ઉમેશ, ચેતનસિંહ ગોહિલ, ચેતન મંડ વગેરે લોકો હાજર રહેલ.(૨-૧૮)

(4:16 pm IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • RBIએ બેંકોને ચેતવીઃ ATMને ઠીકઠાક કરો નહિતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહોઃ વ્હેલીતકે અપગ્રેડ કરવા તાકીદઃ વીન્ડો એકસ્પી અને જુની એપ્લીકેશન પર કામ કરતા એટીએમ હજુ કેમ બદલાવ્યા નથી? ઉઠાવ્યો સવાલ access_time 3:35 pm IST

  • નિંગાળા પાસે પુલ પરથી ટ્રક પડતા છ લોકોના કમકમાટીભર્યા મોત :ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત :ગામલોકો બચાવકાર્યમાં જોડાયા access_time 1:32 am IST