Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

દુશ્મનોને ગોળ ને ભાવી પેઢીને ખોળ : અનડકટ-રાઓલ-મુંધવા

કાશ્મીરના જવાનો પર પથ્થરમારો કરનારાઓને માફી શા માટે ? : તો પછી ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના યુવાનોને માફી અંગે કેમ કોઇ વિચારતુ નથી

રાજકોટ તા. ૨૨ : ભારતનુ સ્વર્ગ ગણાતા કાશ્મીને આપણા કબજામાં રાખવા દેશના જવાનો રાત દિવસ જજુમી રહ્યા છે. ત્યારે તેમના પર પત્થરમારો કરનાર ૬૦૦૦ લોકોને ગૃહમંત્રી રાજનાથસિંહે બાળ સહજ ભુલ ગણાવી માફ કરી દઇ કેસ પાછા ખેચી લેવા કરેલ નિવેદન સામે શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ગોપાલ અનડકટ, ઇન્દુભા રાઓલ, રણજીત મુંધવાએ ભારોભાર રોષ વ્યકત કરી જણાવ્યુ છે કે દુશ્મનોને ગોળ અને દેશની ભાવી પેઢીને ખોળની નીતી કોઇ કાળે સહન નહીં કરી લેવાય.

ગુજરાતમાં અનામત માટે નિકળેલા પાટીદાર યુવાનો ઉપર જુલામ ગુજારવાની બાબતમાં સરકાર કેમ માફી અંગે વિચારતી નથી.

આક્રોશ વ્યકત કરતા શ્રી રાઓલ, શ્રી અનડકટ, શ્રી મુંધવાએ જણાવ્યુ છે કે દેશના દુશ્મનો દ્વારા એક તરફ આપણા જવાનો પર પત્થરમારો થઇ રહ્યો છે. ત્યારે  આવુ કૃત્ય કરનારાઓને માફી શા માટે?  પાટીદાર અનામત વખતે દમનથી મોતને ભેટેલા યુવાનોના પરિવારજનો ઁહજુએ ન્યાયની આશા રાખીને બેઠા છે પરંતુ સરકાર પાકિસ્તાનીઓને માફ કરી શકે અને પાટીદારોને માફ ન કરે તે કયાંનો ન્યાય?

સતાની લાલચે સામ્રાજય લઇ બેઠેલ ભાજપ સરકાર પ્રજાનું વિચારતી નથી. આવા સમયે નમાલાપણુ દેખાડવાને બદલે ઉંચા અવાજથી લડી લેવાની તૈયારી દાખવવી જોઇએ તેવો ધ્રુજારો ગોપાલ અનડકટ, ઇન્દુભા રાઓલ, રણજીત મુંધવાએ વ્યકત કર્યો છે. (૧૬.૬)

(4:18 pm IST)