Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

લોહાણા મહાજનની ચુંટણીઃ પ્રમુખપદના ઉમેદવારોનો રાફડો ફાટયોઃ ૨૪ ફોર્મ ઉપડયા

રમેશભાઇ ધામેચા, યોગેશભાઇ પુજારા, દિલીપભાઇ ચતવાણી, બિપીનભાઇ રૂઘાણી, મિતેષભાઇ રૂપારેલીયાએ ફોર્મ ઉપાડયાઃ ફોર્મ ભરવાનો છેલ્લો દિ' ૨૮ જુન

 રાજકોટઃ તા.૨૨, લોહાણા મહાજન રાજકોટની ચુંટણી ૮ જુલાઇના રોજ યોજવાની છે ત્યારે ચુંટણીમાં પ્રમુખપદે ચુંટાવા ઇચ્છતા ચુંટણી લડનારાઓનો રાફડો ફાટયો છે. આજે બપોરે એક વાગ્યા સુધીમાં ૨૪ જેટલા ફોર્મ ઉપડયા હોવાનુ જાણવા મળે છે. લોહાણા સમાજના વિવિધ ક્ષેત્રે સંકળાયેલ લોકો અગ્રણીઓ અને આગેવાનો લોહાણા મહાજન રાજકોટના પ્રમુખપદની ચુંટણી લડવા માટે થનગની રહયાનું દેખાઇ રહયું છે. 

ચુંટણી ફોર્મ ઉપાડનારાઓમાં રમેશભાઇ ધામેચા, યોગેશભાઇ પુજારા, દિલીપભાઇ ચતવાણી, બિપીનભાઇ રૂઘાણી, હરેશભાઇ દાવડા, સંજયભાઇ લાખાણી, દિપકભાઇ ચાંદ્રાણી, રમણલાલ કોટક, મિતેષભાઇ રૂપારેલીયા, મુકેશભાઇ પુજારા, નિલેશભાઇ તન્ના, હસમુખભાઇ બલદેવ, પરેશભાઇ શીંગાળા, બાલકૃષ્ણભાઇ કાટીયા, કિરીટભાઇ પોપટ, પ્રભુદાસભાઇ ખખ્ખર, વિપુલભાઇ ભોજાણી, દિપકભાઇ મદલાણી, રાજેન્દ્રભાઇ ખખ્ખર, વિરલભાઇ અઢીયા  વિગેરેનો સમાવેશ થાય છે.

આ ભરેલા ફોર્મ ૨૮ જુનના રોજ જમા કરાવવાના છે. તથા  ભરેલા ફોર્મ    પાછા પણ  ખેંચવાની ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ ૩૦ જુન હોવાનુ જાણવા મળે છે.

 ચુંટણીનો માહોલ દિવસે-દિવસે ગરમ થતો જાય છે. ત્યારે આ ચુંટણીએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં ભારે ઉતેજના જણાવી છે.

''લોહાણા સમાજના મહાનુભાવોને નમ્ર અનુરોધ'' નામે પ્રેસનોટ આવી

 રાજકોટઃ આજરોજ અકિલા કાર્યાલયે ''સમગ્ર લોહાણા સમાજના મહાનુભાવોને નમ્રઅનુરોધ''ના હેંડીગવાળી એક પ્રેસનોટ આવી છે પરંતુ આ પ્રેસનોટ કોઇ રૂબરૂ ન આપી ગયું હોય જે પ્રસિધ્ધ કરવા ઇચ્છુક હોય તેમણે અકિલા કાર્યાલયે સવારે ૯ થી ૩ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવો

(4:09 pm IST)
  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST

  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકો: લોકો ધરની બહાર દોડી ગયા : ધોકડવાના આસપાસના ગામો સહીત ગીર જંગલમા ભેદી ધડાકાનો અવાજ સંભળાયો: લોકોના જણાવ્યા પ્રમાણે આકાશથી પસાર થઈ રહેલ વિમાન નિકળી રહ્યુ હતુ ત્યાંરે થયો ભેદીધડાકો: ધોકડવાના અબાની ધાર વિસ્તારમા લોકોના મકાનનો સેલ્બ તેમજ નળીયા વાળા મકાનના નળીયા પણ હલબલી ગયા access_time 6:57 pm IST