Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મોરબીની પેઢીએ ઉધાર માલની ખરીદી કરી આપેલ ચેક પાછો ફરતા ફરીયાદ

રાજકોટ તા.૨૨: મોરબીની પેઢીએ ઉધાર માલ ખરીદી સામે ત્રણ લાખ વીસ હજારનો આપેલ ચેક રીટર્ન થતા ફોજદારી ફરીયાદ થતાં અદાલતે શિવમ એન્જીનીયર્સના ભાગીદાર ને કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ છે.

રાજકોટ શહેરના કૃણાલ વસંતભાઇ કાલાવડીયા ''પાટીદાર માઇનકેમ'' ના નામથી રુટાઇલ સેન્ડ વેચાણનો ધંધો કરે છે. મોરબી શહેરની શિવા એન્જીનીયર્સના નામની ભાગીદારી પેઢીના ભાગીદાર અરવિંદભાઇ ઠાકરશીભાઇ વાઘડીયા સાથે તેઓને વ્યાપારીક સબંધ હોય, તેઓને તેમના ધંધા માટે રુટાઇલ સેન્ડની જરૂરીયાત રહેતી હોય, પાટીદાર માઇનકેમ પાસેથી રૂપિયા ત્રણ લાખ વીસ હજાર બસો પચાયના માલની ઉધાર ખરીદી કરેલ. વેચાણ આપેલ માલની લેણી રકમની કૃણાલ કાલાવડીયાએ ઉઘરાણી કરતા અરવિંદભાઇ ઠાકરશીભાઇ વાઘડીયાએ શીવા એન્જીનીયર્સના વહીવટકર્તા ભાગીદાર તરીકે લેણી રકમનો ચેક આપેલ અને ચેક બેંક ખાતામાં રજુ કર્યેથી ચેકવાળી રકમ મળી જશે તેવું જણાવેલ. આ ચેક બેંક ખાતામાં ભરતા ખાતામાં અપુરતા નાણા હોવાને કારણે પરત ફરેલ. ચેક પરત ફરતા રાજકોટના એડવોકેટ નિલેશ પટેલ મારફતે ચેક ફર્યા અંગેની અને ચેકવાળી રકમ ચુકવી આપવા જાણ કરતી નોટીસ પાઠવેલ. આમ છતાં ચેકવાળી રકમ ચુકવેલ નહી.

આમ મોરબીની પેઢીએ ઉધાર માલ ખરીદ કર્યા બાદ રકમ ચુકવવા ચેક આપેલ અને ચેક રીટર્ન થતા અને નોટીસ આપવા છતાં રકમ નહિ ચુકવતા પાટીદાર માઇનકેમના ભાગીદાર કૃણાલ કાલાવડીયાએ રાજકોટની ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં શિવા એન્જીનીયર્સના ભાગીદાર અરવિંદભાઇ વાઘડીયા સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને ચેક આપનાર શિવા એન્જીનીયર્સના ભાગીદાર અરવિંદ વાઘડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ. ફરીયાદની હકીકતો ધ્યાને લઇ કોર્ટે ફરીયાદ રજીસ્ટરે લઇ અરવિંદભાઇ વાઘડીયાને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ ઇસ્યુ કરવા હુકમ ફરમાવેલ છે. આ ફરીયાદમાં ફરીયાદી પાટીદાર માઇનકેમના ભાગીદાર કૃણાલ કાલાવડીયા તરફથી રાજકોટના નિલેશ જી. પટેલ એડવોકેટ રોકાયેલા છે. (૧.૨૯)

(4:03 pm IST)