Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ત્રંબાની ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલની ચોથી વર્ષગાંઠની ઉજવણી નિમિતે હરસ-મસા-ભગંદરની સારવાર માટે વિનામુલ્યે ઓપરેશન કેમ્પ

રાજકોટ તા. રર : રાજકોટની ભાગોળે ત્રંબા ખાતે આવેલ શ્રીએ પી.જે.માંગરોલીયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ તા.૧ જલાઇના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે ગ્લોબલ આયુર્વેદ કેમ્પસમાં ત્રણ એકરની વિશાળ જગ્યામાં ૬૦ બેડની સુવિધા સાથેની હોસ્ટિપલ કાર્યરત છે જેમાં પંચકર્મ થિયેટર, ઓપરેશન થીયેટર, પ્રસુતિની સુવિધા આયુર્વેદિક ફાર્મસી લેબોરેટરી જેવા આધુનિક સાધનોની સુસજજ વિભાગો કાર્યરત છે જેમાં ૭ ફુલ ટામઇ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા સેવા આપવામાં આવે છે. ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા નિયમિત રીતે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા દાર્દીઓની સારવાર કરવામાં આવે છ.ે

અગામી તા.રપ જુન થી તા. ર૮ સુધી દરમિયાન ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલની ચોથી વર્ષગાંઠ નિમિતે સંસ્થા દ્વારા હરસ-મસા-ભગંદરના દર્દીઓનું નિદાન તથા તા.૩૦/૬/ર૦૧૮ થી ર/૭/ર૦૧૮ દરમિયાન દર્દીઓની સારવાર (ઓપરેશન) વિનામુલ્યે કેમ્પનું ગ્લોબલ અયુર્વેદ હોસ્પિટલ ભાવનગર રોડ ત્રંબા ખાતે સવારના ૧૦ થી ૪ સુધી આયોજન કરવામાં આવેલ છે કેમ્પના આયોજન અંગે માહિતી આપતા સંસ્થાના સી.ઇ.ઓ. સિધ્ધાર્થ મહેતાએ જણાવેલ છે કે આ કેમ્પનો મુખ્ય હરસ-મસા-ભગંદર જેવી વિવિધ મળમાર્ગની તકલીફોની પીડાતા દર્દીઓને વિનામુલ્યે નિદાન અને ઓપરેશન સહિતની સારવાર વિનામુલ્યે આપવાનો છ.ે શિબિરને ફળ બનાવવા નડીયાદ ની સુશ્રુત આયુર્વેદ એકેડમી નડીયાદ સંસ્થાના નિષ્ણાંત ડોકટરોની ટીમ મળમાર્ગના વિવિધ તકલીફોનું નિદાન તેમજ ઓપરેશન મફત કરવામાં આવશે.

જેમાં ડો.હર્ષવર્ધન જોબનપુત્રા કે જેઓ આયુર્વેદ શલ્યતંત્ર (સર્જરી), માં એમ.ડી. (શલ્ય)ની ડીગ્રી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી મેળવી છે અને પોતે ગુજરાતની સૌથી જુની આયુર્વેદ કોલેજ શ્રી જે.એસ. આયુર્વેદ મહાવિદ્યાલય નડિયાદમાં પ્રોકટો સર્જન તેમજ સર્જરીના અધ્યાપક તરીકે આયુર્વેદના સ્નાતકોને ભણાવ્યા છે. ૧પ જેટલા અનુભવી ડોકટરો આ કેમ્પમાં ઓપરેટીવ સર્જન તરીકે સ્વ. ખર્ચ નિઃશુલ્ક સેવા આવશે. જેમાં ડો. હર્ષવર્ધન જોબનપુત્રાઅનડિયાદ, ડો. જીતેન્દ્ર પ્રજાપતિ-પાલનપુર, ડો. જીજ્ઞા પટેલ-અમદાવાદ, ડો. અલ્તાફ સેરેસીયા-વાંકાનેર, ડો. યોગેસ મેઘાણી-બરોડા, ડો. હિતેશ ચંદવાણીયા-રાજકોટ, ડો. ગ્રીષ્મા વાડારીયા-રાજકોટ, ડો. જયદીપ પટેલ-સુરેન્દ્રનગર, ડો. યોગેશ માવાણી-ધ્રાંગધ્રા, ડો. નીતેશ સુથાર-ગાંધીધામ, ડો. દીપેશ ઠકકર-ભૂજ ડો. વિજય ચૌધરી-મહેસાણા, ડો. અજય ડાંગર-ઉપલેટા, ડો. શ્રેયસ ભાલોડીયા-ગ્લોબલ આયુર્વેદ કેમ્પસ-રાજકોટ વગેરે દ્વારા સેવા આપવામાં આવશે.

આ કેમ્પમાં મળમાર્ગની વિવિધ તકલીફો જેવી કે મળત્યાગ સમયે દુઃખાવો, લોહી પડવું, રસી આવવી, ફોડી-ગુમડા થવા, બળતરા થવી, ગુદાનો ભાગ ફૂલીને બહાર આવવો વગેરે જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સંકોચ વિના નિષ્ણાત તબીબોને બતાવી અને વિનામૂલ્યે ઓપરેશન સુધીની સારવાર કરાવી શકશે.

કેમ્પમાં ખાસ કરીને બહેનોની સારવાર માટે મહિલા ડોકટરોની ટીમ પણ સેવા આપનાર છે. આ ઉપરાંત સંસ્થાની ચોથી વર્ષગાંઠ ઉજવણી નિમિતે લકવા, ખરજવું, સાંધાના દરેક જાતના દુઃખાવા, ચામડીના રોગ સોરીયાસીસ વગેરેનું પણ મફત નિદાન તા. ૦ર.૦૭.ર૦૧૮ થી ૦૪.૦૭.ર૦૧૮ દરમિયાન કરવામાં આવશે. આ દરમિયાન જરૂરી પંચકર્મની સારવાર માટે રાહતદરે કરવામાં આવશે. ઉપરોકત નિદાન માટે અનુભવી અને નિષ્ણાત તબીબો ડો. મિલન ત્રિવેદી, ડો. તુષાર કુમાર તેમજ ડો. મેહુલ જોશી સેવા આપનાર છે. આ કેમ્પના કો-ઓર્ડીનેટર તરીકે આર. એમ. ઓ. ડો. મેહુલ જોશી ફરજ બજાવી રહેલ છે. વિશેષ માહિતી માટે તેમનો રૂબરૂ સંપર્ક અથવા મો. ૮ર૩૮૧ ૮૯૩૯૧ પર સંપર્ક કરી શકશે. આ કેમ્પના સફળ આયોજન માટે સંસ્થાના સી.ઇ.ઓ. સિધ્ધાર્થ મહેતા, ડો. શ્રેયસ ભાલોડિયા અને સંપુર્ણ ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ સ્ટાફ જહેમત ઉઠાવી રહેલ છે.(૬.૧૭)

(4:03 pm IST)
  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અને દિલ્હીની રાજકીય સ્થિતિ પર મંથન :સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અને દલિત સમુદાયને પાર્ટી સાથે જોડવા દલિત સંપર્કઃ અભિયાન ચલાવો :ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ આપ્યો નેતાઓને નિર્દેશ:મોદી સરકારની ઉપ્લબ્ધીઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયાનો બખૂબી ઉપયોગ સમજાવ્યો access_time 12:52 am IST