Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શિક્ષણ સમિતિ દ્વારા આજથી બે દિ' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શુભારંભઃ ઢોલ નગારા, શરણાઇના સૂરે નવા છાત્રોનું સ્વાગત

બાળકોને સ્કુલબેગ શૈક્ષણીક કિટ વિતરણ કરાયઃ આજે પ્રથમ દિવસે ૧ર૦૦ થી વધુ બાલદેવોને ધોરણ-૧માં પ્રવેશ અપાયો

રાજકોટ તા. રર :.. નગર પ્રાથમિક શીક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૬ થી ૧૪ વર્ષનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ના રહે તેવા ૧૦૦ ટકા નામાંકનના સંકલ્પ સાથે આજથી રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યોહતો ભવ્યાતિભવ્ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને ઢોલ નગારા, શરણાઇના સૂરે નવા છાત્રોનું ઉમળકાભેર સ્વાગત કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો.

શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ ચેરમેન અલ્કાબેન કામદાર, શિક્ષણ સમિતિના સદસ્ય અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, મુકેશભાઇ મહેતા, શાસનાધિકારી ડી. બી. પંડયા, શિક્ષણ સમિતિના તમામ સદસ્યોએ સમગ્ર રૂટમાં રૂટ ઇન્ચાર્જ, કેળવણી નિરીક્ષક, યુ. આર. સી., સી. આર. સી., આચાર્યશ્રીઓ તેમજ શાળા પરિવાર સમગ્ર આયોજન સંભાળેલ હતું. આજ રોજ યોજાયેલ પ્રવેશોત્સવમાં બાલદેવોનું સ્વાગત, મનુષ્ય ગૌરવગાન, રાષ્ટ્રપતિગાન, યોગ નિર્દેશન, આંગણવાડી ધોરણ ૧, ૯ ના બાળકોને કિટ વિતરણ, વિદ્યાલક્ષ્મી બોર્ડ, અને પાઠય પુસ્તક વિતરણ ૩ થી ૮ માં પ્રથમ આવનારનું સન્માન, એનએમએમએસ પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીનું સન્માન, વિવિધ વિષયોનું અમૃત વાંચન,  રૂબેલા અને ઓરી રસીકરણ જનજાગૃતિ અભિયાન, વૃક્ષારોપણ, બાળમેળો અને લાઇફ સ્કીલ મેળો, રાષ્ટ્રગીતનું ગાન જેવા વિવિધ આયોજનો શાળા કક્ષાએ ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતા.

આજરોજ પ્રથમ દિવસે રૂટ નં. ૧માં મુખ્ય મહેમાન પદે શ્રી ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, રાજકોટ, મુકેશભાઇ મહેતા સહિતના મહાનુભાવો શાળા નં. ૬૩/ આદર્શન બાલનિકેતન, વીર સાવરકર હાઇસ્કૂલ, જય રાંદલ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૨માં અંજલીબેન રૂપાણી પ્રભારી મહિલા મોરચો, જયેશભાઇ રાદડિયા મંત્રી, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, નિતિનભાઇ ભારદ્વાજ પુર્વ ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટિ, રા.મ્યુ. કો., શ્રીમતિ ભાનુબેન બાબરીયા પુર્વ ધારાસભ્ય રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૯૦/ આદર્શ પ્રા. સ્કૂલ ગ્રાંટેડ, ૯૧, અમથીબા ગર્લ્સ હાઇસ્કૂલમાં હાજર રહયા હતા. રૂટ નં.૩ માં બી.પી. ચોૈહાણ (આઇએએસ) ડેપ્યુટી સેક્રેટરી, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, અંજનાબેન મોરઝરિયા ચેરમેનશ્રી, માધ્યમિક શિક્ષણ સમિતિ, કિરણબેન માંકડીયા સદસ્ય શ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૮૪/ ગીતા વિદ્યાલય, મુરલીધર હાઇસ્કૂલ, જી.ટી.શેઠ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૪ માં મુકેશકુમાર વી. પરમાર (આઇએફએસ) ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ મોનીટરીંગ, દેવાંગભાઇ માંકડ મહામંત્રીશ્રી, ભાજપ રાજકોટ શહેર, ડો. ગોૈરવીબેન ધ્રુવ સદસ્ય ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ, સહિતના મહાનુભાવો શાળા નં. ૨૬, એકનાથ રાનડે હાઇસ્કૂલ, સ્વામી ટેઉરામ સીંધી હાઇસ્કૂલ માં હાજર રહયા હતા. રૂટનં. ૫માં જેનુ દેવન (આઇએએસ) મેનેજીંગ ડાયરેકટર (ટુરીઝમ), ગાંધીનગર, વશરામભાઇ સાગઠીયા નેતા, વિરોધ પક્ષ, રા.મ્યુ.કો. ધીરજભાઇ મુંગરા સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૬૯, સરોજીની નાયડુ હાઇસ્કૂલ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કૂલમાં હાજર રહયા હતા. રૂટ નં. ૬માં અનુપમસિંઘ ગેહલોત (આઇપીએસ) કમિશ્નર, રાજકોટ શહેર પોલીસ, ભીખાભાઇ વસોયા, પુર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, અલ્કાબેન કામદાર વા.ચેરમેન ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ, ડો. રાજેશભાઇ ત્રિવેદી સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૫૭/૨૮, ૬૫/ ૨૦બી, મહારાણી લક્ષ્મીબાઇ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૭માં બંછાનિધિ પાની   (આઇએએસ) કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકા, જીતુભાઇ કોઠારી મહામંત્રી, ભાજપ રાજકોટ શહેર, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય પુર્વ મેયર, રા.મ્યુ.કો., સહિતના મહાનુભાવો શાળા નં. ૫૧/૬૨, પી.એન્ડ ટી.વી. હાઇસ્કૂલ, બાલકિશોર વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૮માં અજયભાઇ પરમાર દંડક, રા.મ્યુ.કો. મુકેશભાઇ ચાવડા સદસ્ય, ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૮ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કુમાર વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૯માં લાખાભાઇ સાગઠિયા ધારાસભ્યશ્રી, રાજકોટ જગદીશભાઇ ભોજાણી સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૮૮એ, ૮૫/૮૬ સહજાનંદ હાઇસ્કૂલમાં હાજર રહયા હતા. રૂટ નં. ૧૦માં શ્રી બીનાબેન આચાર્ય મેયર, રા.મ્યુ.કો., ભારતીબેન રાવલ સદસ્ય ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ, સહિતના મહાનુભાવો શાળા નં. ૫૯,૫૬, સંસ્કારધામ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૧૧માં ઉદયભાઇ કાનગડ ચેરમેનશ્રી, સ્ટેન્ડીંગ કમિટી, રા.મ્યુ.કો., રહીમભાઇ વોરા, સદસ્ય શ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૭૩,૫૮,૭૦/ પ્રા.શા. મંદિરમાં હાજર રહયા હતા. રૂટ નં. ૧૨માં અશ્વિનભાઇ મોલિયા ડેપ્યુટી મેયર, રા.મ્યુ.કો., સંજયભાઇ હિરાણી સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૮૯બી, ૪૬ માં હાજર રહયા હતા. રૂટ નં. ૧૩માં અરવિંદભાઇ રૈયાણી ધારાસભ્ય, રાજકોટ, શરદભાઇ તલસાણીયા સદસ્યશ્રી ન.પ્રા.શિ. સમિતિ-રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૭૬,૨૯ સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટ નં. ૧૪માં મોહનભાઇ કુંડારિયા સાંસદ, રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૩૩,૬૮,૪૪/૪૦ વિદ્યાલયમાં હાજર રહયા હતા. રૂટનં. ૧૫માં કિશોરભાઇ રાઠોડ મહામંત્રી, ભાજપ રાજકોટ શહેર સહિતના મહાનુભાવો....

શાળા નં. ૬૭, ૯૭, ૩ર, પ૩, મઝહર કન્યા વિદ્યાલયમાં હાજર રહ્યા હતાં. રૂટ નં. ૧૬ માં દલસુખભાઇ જાગાણી નેતા, શાસક પક્ષ, રા. મ્યુ. કો., ભાવેશભાઇ દેથરીયા સદસ્ય ન. પ્રા. શિ. સમિતિ રાજકોટ સહિતના મહાનુભાવો શાળા નં. ૭૮, ૯૬, જય સોમનાથ હાઇસ્કુલમાં હાજર રહ્યા હતાં.

સમગ્ર બે-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે યુ. આર. સી. શૈલેષભાઇ ભટ્ટ, સંજયભાઇ ચાવડા, અને દિપકભાઇ સાગઠીયા જવાબદારી સંભાળી રહ્યા છે. (પ-ર૩)

(4:02 pm IST)
  • રણવીર-દીપિકા 10 નવેમ્બરે કરશે લગ્ન? : મુંબઇમાં વહેતી થયેલી વાતો અનુસાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 10 નવેમ્બર, 2018ના રોજ લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે. જેમાંનું એક ફંક્શન દીપિકાના હોમટાઉન બૅન્ગલોરમાં યોજાશે. બન્નેનાં લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા પ્રમાણે થશે. થોડા દિવસ પહેલાં દીપિકા પોતાની મમ્મી સાથે મુંબઈની એક દુકાનમાં જોવા મળ્યા બાદ ફરી એક વાર તેમનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. access_time 5:44 pm IST

  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ભેદી ધડાકો: લોકો ધરની બહાર દોડી ગયા : ધોકડવાના આસપાસના ગામો સહીત ગીર જંગલમા ભેદી ધડાકાનો અવાજ સંભળાયો: લોકોના જણાવ્યા પ્રમાણે આકાશથી પસાર થઈ રહેલ વિમાન નિકળી રહ્યુ હતુ ત્યાંરે થયો ભેદીધડાકો: ધોકડવાના અબાની ધાર વિસ્તારમા લોકોના મકાનનો સેલ્બ તેમજ નળીયા વાળા મકાનના નળીયા પણ હલબલી ગયા access_time 6:57 pm IST