Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

એરપોર્ટ, આમ્રપાલી, અમીન માર્ગ, ફાટક નજીક રેલ્વેની જગ્યામાં દબાણ હટાવાશેઃ બન્ને તરફે દિવાલ બનશે

રાજકોટ, તા., રરઃ રાજકોટ રેલ્વે સ્ટેશનથી ભકિતનગર રેલ્વે સ્ટેશન વચ્ચે આશરે ૭ કિ.મી. લાંબો ટ્રેક આવેલો છે. આ  ટ્રેકની આસપાસની રેલ્વેની માલીકીની જગ્યામાં ઝુંપડાઓ અને શાકભાજી, ફ્રુટ, ખાણી-પીણીના ધંધાર્થીઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી રેલ્વેની સંપતિને નુકશાન પહોંચાડવામાં આવે છે. એટલું જ નહિ પણ આસપાસના રહેવાસીઓની આવાગમનમાં પણ અડચણરૂપ દબાણો થઇ રહયા છે. આ માટે એરપોર્ટ, આમ્રપાલી અને અમીનમાર્ગ રેલ્વે ફાટક નજીક દબાણો હટાવી ટ્રેકની બન્ને તરફ પ૦ મીટર જગ્યા છોડી અડધો કરોડથી વધુના ખર્ચે દિવાલ બનાવવાનું કાર્ય હાથ પર લેવાયું છે.

અમીન માર્ગ ફાટક આગળ મોદી-પાઠક સ્કુલ તરફ પણ દબાણ થયેલા છે. આડેધડ પાર્કીગ પણ થાય છે. આ તમામ દબાણો પણ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (૪.૮)

(3:37 pm IST)