Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મઘરવાડા ગામે વાડીમાં દરોડોઃ જૂગાર રમતાં ૧૦ શખ્સો ૩.૨૩ લાખની મત્તા સાથે પકડાયા

કુવાડવાના કૃષ્ણદેવસિંહ જાડેજા, મનિષભાઇ, દિલીપભાઇ અને રાજેશભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: આવતી કાલે ભીમ અગીયારસ છે ત્યારે ઠેર-ઠેર જૂગાર રસિકો પટમાં આવી ગયા છે. પોલીસ પણ સતર્ક થઇ દરોડા પાડવા માંડી છે. મઘરવાડાની વાડીમાં કુવાડવા પોલીસે ત્રાટકી ૧૦ શખ્સોને ૩,૨૩,૯૦૦ની મત્તા સાથે પકડી લીધા છે. જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટમા઼ દરોડો પાડી એ-ડિવીઝન પોલીસે ૮ મહિલાને અડધા લાખની રોકડ સાથે પકડી લીધી હતી.

કુવાડવા પોલીસે મઘરવાડાની સીમમાં આવેલી છગન ભવાનભાઇ ઉતેળીયાની વાડીમાં દરોડો પાડી ઓરડીમાંથી છગન ઉતેડીયા (ઉ.૫૦) તથા મઘરવાડાના વેલજી ઘુસાભાઇ સોજીત્રા (ઉ.૫૦), કોઠારીયા રોડ નંદા હોલ સામે રહેતાં જયંતિ રાઘવભાઇ ચોૈહાણ (ઉ.૨૮), કુવાડવાના જય મનસુખભાઇ જાવીયા (ઉ.૨૭), રસિક વશરામભાઇ બુસા (ઉ.૩૨), મઘરવાડાના રસિક ગોવિંદભાઇ ઉતેળીયા (ઉ.૩૫), મઘરવાડાના પારસ મનસુખભાઇ પાટડીયા (ઉ.૨૯), રમેશ ભીમજીભાઇ ટોપીયા (ઉ.૪૦), બેડલાના ભરત લક્ષમણભાઇ ગોવાણી (ઉ.૩૮) અને મઘરવાડાના રમેશ કરમશીભાઇ ટોપીયા (ઉ.૪૨)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૪૫૦૦ના ૧૩ મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૧,૩૪,૪૦૦ તેમજ છ બાઇક મળી કુલ રૂ. ૩,૨૩,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ દરોડામાં પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, કૃષ્ણદેવસિંહ સુખદેવસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, હરેશભાઇ સારદીયા સહિતના જોડાયા હતાં. જેમાં કૃષ્ણદેવસિંહ, મનિષભાઇ, રાજેશભાઇ અને દિલીપભાઇની બાતમી પરથી દરોડો પાડવામાં આવ્યો હતો.

જાગનાથમાં એ-ડિવીઝન પોલીસે ૮ મહિલાને જૂગાર રમતાં પકડીઃ ૨૨ હજારની રોકડ કબ્જે

બીજા દરોડામાં એ-ડિવીઝનના પી.આઇ. બી. પી. સોનરાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે જાગનાથ સોસાયટી-૨૨માં સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨માં દરોડો પાડી બિંદીયાબેન સાહિલભાઇ, ભારતીબેન શિરીષભાઇ, તરૂણાબેન બિપીનભાઇ, હીનાબેન શૈલેષભાઇ, ભાવનાબેન દિનેશભાઇ, વર્ષાબેન જીતેન્દ્રભાઇ, હીરાબેન મનસુખલાલ તથા કાજલબેન હસમુખલાલને તિનપત્તીનો જૂગાર રમતાં ઝડપી લઇ રૂ. ૪૯૭૪૦ની રોકડ કબ્જે કલીધી હતી.

(12:46 pm IST)
  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST

  • છોટા ઉદયપુરમાં તેજ ગઢમાં વરસાદનું આગમન : છેલ્‍લા દોઢ કલાકથી વરસાદ વરસી રહ્યોના વાવળ : વીજળી ગુલ થયાની પણ ફરીયાદ નોંધાઇ access_time 11:13 pm IST

  • ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી અને દિલ્હીની રાજકીય સ્થિતિ પર મંથન :સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ અને દલિત સમુદાયને પાર્ટી સાથે જોડવા દલિત સંપર્કઃ અભિયાન ચલાવો :ભાજપના અધ્યક્ષ અમિતભાઇએ આપ્યો નેતાઓને નિર્દેશ:મોદી સરકારની ઉપ્લબ્ધીઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં સોશ્યલ મીડિયાનો બખૂબી ઉપયોગ સમજાવ્યો access_time 12:52 am IST