Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

જંગલેશ્વરમાં રમા ઉર્ફ રહેમત સંચાલીત જૂગારના અડ્ડા પર દરોડોઃ પાંચ પકડાયા

ભકિતનગર પોલીસે વરલી ફીચર રમતાં શખ્સોને ૨૨૪૦૦ની રોકડ સાથે પકડી લીધા

રાજકોટ તા. ૨૨: જંગલેશ્વરમાં પોલીસે  કુખ્યાત મહિલા રહેમત ઉર્ફ રમા જાવેદ જુણેજા (ઉ.૫૫)ના જૂગારના અડ્ડા પર દરોડો પાડી તેના સહિત પાંચને વરલી ફીચરના આંકડા પર જૂગાર રમતાં ઝડપી લઇ રૂ. ૨૨૪૦૦ની મત્તા કબ્જે લીધી હતી. પોલીસે આ દરોડો પાડવા ખાનગી વાહનોનો ઉપયોગ કર્યો હતો.

પોલીસે રહેમત ઉર્ફ રમા તથા મુકેશ જયસુખભાઇ કારીયા (ઉ.૫૧-રહે. રેલનગર આવાસ કવાર્ટર ડી-૧૦૬), હિતેષ હરસુખભાઇ સાવલીયા (ઉ.૩૭-રહે. ભવાની ચોક આવાસ કવાર્ટર ૧૧/૧૦૭), કિરીટ છગનભાઇ મંડીર (ઉ.૩૮-રહે. ગોપવંદના સોસાયટી-૧) તથા હર્ષદ ખોડીદાસભાઇ મહેતા (ઉ.૬૦-રહે. બેડીપરા મનહરપરા-૫)ને પકડી લઇ આંકડા લખેલી સ્લીપો તથા રોકડા ૨૨૪૦૦ કબ્જે લીધા હતાં.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ ઇન્દુભા રાણા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, સલિમભાઇ મકરાણી, રાણાભાઇ કુગશીયા, દિગપાલસિંહ જાડેજા, વિક્રમભાઇ ગમારા, દિવ્યરાજસિંહ ઝાલા અને પ્રવિણભાઇ જામંગે દરોડો પાડ્યો હતો.

(12:45 pm IST)
  • RBIએ બેંકોને ચેતવીઃ ATMને ઠીકઠાક કરો નહિતર કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહોઃ વ્હેલીતકે અપગ્રેડ કરવા તાકીદઃ વીન્ડો એકસ્પી અને જુની એપ્લીકેશન પર કામ કરતા એટીએમ હજુ કેમ બદલાવ્યા નથી? ઉઠાવ્યો સવાલ access_time 3:35 pm IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST