Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

હાઇકોર્ટ એડવોકેટ એસો.ના પૂર્વ પ્રમુખે અસીમ પંડયાએ તેમના વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્તને પડકાર

એડવોકેટ એસોસિએશન અને ઉપપ્રમુખને નોટીસ : સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરવા જામનગરના વકીલની હત્યાના વિરોધમાં હડતાલ માટે ના પાડેલ

રાજકોટ તા. ૨૨ : ગુજરાત ગુરૂવાર હાઈકોર્ટ એડવોકેટ ઓસોસિએશનના ગત પ્રમુખ અસીમ પંડયાએ તેમના વિરૂદ્ઘ ચોથી મેના રોજ રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત વિરૂદ્ઘ ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી છે. કોર્ટે આ સંદર્ભે એડવોકેટ એસોસિએશન અને એસોસિએશનના ઉપપ્રમુખને નોટિસ પાઠવી છે. જેની સુનાવણી આગામી સપ્તાહમાં થશે.

અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા થઈ તેના વિરોધમાં હડતાલ યોજવા મુદ્દ ત્રીજી મેના રોજ વકીલોની મીટિંગ થઈ હતી. જેમાં અરજદારે હોદ્દાની રૂએ હડતાલ યોજવાની મનાઈ કરી હતી કારણ કે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર વકીલોને હડતાલ પર જવાની મનાઈ છે. જેના કારણે કેટલાંક વકીલોએ તેમના વિરૂદ્ઘ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

બીજા દિવસે એટલે કે ચોથી મેના રોજ અવિશ્વાસની દરખાસ્તનું મતદાન થાય તે પહેલાં તેમણે રાજીનામુ આપ્યું હતું. જો કે એડવોકેટ એસોસિએશને રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધા વગર અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કર્યું હતું અને તેમને હોદ્દાથી દૂર કર્યા હતા. અરજદાનો આક્ષેપ છે કે દરખાસ્તના મતદાન માટે જૂજ વકીલોને બોલાવવામાં આવ્યા હતા, તેથી આ મતદાન યોગ્ય ગણી શકાય નહીં. તેથી કોર્ટે આ અવિશ્વાસની દરખાસ્તને રદબાતલ ઠેરવી તેમના રાજીનામા વિશે શું નિર્ણય લેવા એસોસિએશનને આદેશ કરવો જોઈએ તેવી માગણી કરવામાં આવી છે, કારણ કે રાજીનામુ આપવા છતાં અવિશ્વાસની દરખાસ્ત પર કાર્યવાહી શરૂ રાખવી એ બદમામીનું પગલું ગણી શકાય.(૨૧.૧૧)

(10:53 am IST)
  • મુખ્યમંત્રી પદની દૌડમાં મારુ નામ માત્ર અફવા: વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર સ્થિર:વડોદરામાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ પોતે મુખ્યમંત્રીની રેસમાં હોવાનું નકાર્યું ;છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે access_time 1:04 am IST

  • કુંવરજીભાઈ દિલ્હીમાં: રાહુલને મળ્યાઃ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા આજે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળી ગુજરાતની રાજનીતિ સંગઠન મુદ્દે અને આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી : કુંવરજીભાઈએ આગામી ૨૪મીના રવિવારે સંમેલન બોલાવ્યુ છે access_time 3:35 pm IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST