Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

રાજકોટમાં આજી ડેમ પોલીસ સ્‍ટેશનમાં મહિલાએ આત્‍મહત્‍યા કરી

નયનાબેન નામના મહિલા આરોપીએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરતા ખળભળાટ :DCP પ્રવિણકુમાર મીણા, ACP વી.એમ. રબારી તથા ક્રાઇમ બ્રાંચ સહિતનો સ્‍ટાફ દોડી ગયો

રાજકોટ :  કોઈ અન્ય ગુનામાં માહિતી એકત્ર કરવા પૂછપરછ માટે લાવવમાં આવેલી એક મહિલાએ આજે સવારે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નયના નામની આ મહિલાને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા. આ વ્યક્તિ ઉપર થોડા દિવસો પહેલા કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાની તપાસ ચલાવી રહેલી પોલીસે ભોગ બનનારા પુરૂષની ઘણી પૂછપરછ કર્યા પછી પણ કોણે હુમલો કર્યો કે કોણે હુમલો કરાવ્યો તેની વિગતો નહોતી મળી.

આ ઘટના અંગે વધારે તપાસ કરવા અને શકય હોય કે હુમલાખોરો અંગે પ્રેમિકા પાસે કોઈ વિગત હોય એવી ધારણાથી પોલીસે નયના બેનને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પૂછપરછ બાદ નયના પોલીસ સ્ટેશનમાં જ આખી રાત હતી. સવારે વોશરૂમ જવાનું કહી તેણે પોલીસ સ્ટેશનના બાથરૂમમાં પ્રવેશ કર્યો હતો. આ પછી લાંબો સમય બાથરૂમમાંથી બહાર નહિ આવતા પોલીસે તપાસ કરી હતી જ્યાં અંદર નયનાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આજી ડેમ પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ ઉપરથી એવો ખ્યાલ આવે છે કે નયના માનસિક તાણમાં હોય. પૂછપરછ પછી તે બેચેન હોય એવી રીતે વર્તન કરી રહી હતી.

(3:47 pm IST)