Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ગોપાલ ચોક બાલમુકુંદ સોસાયટીમાં દેહવિક્રયની ગેરપ્રવૃત્તિ કરતા રમેશ, અજય અને મહિલા તેજલની ધરપકડ: મકાનમાં ડીસીપી ઝોન 2 ટીમનો દરોડો

હેડકોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા તથા કોન્સ જયપાલસિંહ સરવૈયાની બાતમી: પીએસઆઇ બારસિયાની ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના ગોપાલ ચોક બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ ઉપર આવેલ એક મકાનમાં દેહવિક્રયની ગેરપ્રવૃતિ ચાલતી હોવાની બાતમી એલસીબી ઝોમ 2 ટીમના હેડકોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા તથા કોન્સ જયપાલસિંહ સરવૈયાને મળતા દરોડો પાડી મકાનમાંથી (૧) રમેશ ગીરધરભાઇ લાઠીગરા (ઉ.વ.૫૧ ધંધો-કેટરસ રહે- ગોપાલ ચોક પેટ્રોલપંપ પાસે બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ રાજકોટ) (૨) અજય હરસુખભાઇ જીજુંવાડીયા (ઉ.વ.૨૫ ધંધો-રી.ડ્રા. રહે- માધાપર ગામ પાસે દ્વારીકાધીશ પેટ્રોલપંપની સામે સરકારી ક્વાર્ટરી બાજુમાં ઉમિયા ધાર) અને (૩) તેજલ મયુરભાઇ લાઠીગરા (ઉ.વ.૩૦ ધંધો-પ્રા.નોકરી રહે- ગોપાલ ચોક પેટ્રોલપંપની પાસે બાલમુકુંદ સોસાયટી મેઇન રોડ રાજકોટ)ને પકડી લઈ રોકડ રકમ રૂ.૧૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૧૫૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી સુધિર કુમાર દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ એ.એલ.બારસીયા,હેડકોન્સ. વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી, અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા તથા મહિલા પો.કોન્સ. શ્વેતાબેન વેકરીયાએ આ કામગીરી કરી છે.

(11:13 am IST)