Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ઓન લાઇન આઇ.ડી.પર આઇપીએલ ટી-૨૦ ક્રીકેટ મેચનો સટ્ટો રમતા સીરાજ ઉર્ફે પીછો સુમરાને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો: ધ્રાંગધ્રાના જાવેદનું નામ ખુલ્યું

એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડકોન્સ. મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી તથા ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી કુવાડવા રોડ પર દરોડો

રાજકોટ: શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા અસરકારક કામગીરી કરવા મળેલી સૂચના મુજબ ડિસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કુવાડવા રોડ ફર્ન હોટલ સામેના ભાગે રોડ ઉપર રાજકોટ ખાતેથી ઓન લાઇન આઇ.ડી. મારફતે મુંબઇ ઇન્ડીયન્સ તથા દિલ્હી કેપીટલ વચ્ચે ચાલતી આઇ.પી.એલ. ટી-૨૦ ક્રીકેટ મેચનો રન ફેરનો રૂપીયાની હાર-જીતનો જુગાર રમતા સીરાજ ઉર્ફે પીછો કાદરભાઇ સુમરા (ઉ.વ.૩૦ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દુધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.૩ “તાહેરી મંઝીલ")ને પકડી લઈ રૂ. ૧૦ હજારનો ફોન કબ્જે કર્યો છે. પૂછતાછમાં જાવેદ રસુલભાઇ સુમરા રહે.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરનું નામ ખુલતાં તેની શોધખોળ થઈ રહી છે.

એ.એસ.આઇ. બલભદ્રસિંહ જાડેજા,હેડકોન્સ. મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી તથા ચેતનસિંહ ગોહિલની બાતમી આધારે પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ પોલીસ ઇન્સ. વાય.બી.જાડેજા, પોલીસ ઇન્સ. જે.વી,ધોળાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી.

(11:12 am IST)