Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

કાલે કોવિડ વેકસીનની મેગા ડ્રાઇવ

૨૨ આરોગ્‍ય કેન્‍દ્ર, સિવિલ હોસ્‍પિટલ અને પદ્મકુંવરબા હોસ્‍પિટલ ખાતે ૧૨ વર્ષથી ઉપરના તમામને બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના હેલ્‍થ કેર વર્કર : તથા ફ્રન્‍ટલાઇન વર્કરોને ડોઝ અપાશે : લાભાર્થીઓને લાભ લેવા પ્રદિપ ડવ, પુષ્‍કર પટેલ, અમિત અરોરા તથા ડો. રાજેશ્રીબેન ડોડીયાની અપીલ

રાજકોટ તા. ૨૧ : મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા આવતીકાલે તા. ૨૨ના રવિવારે ૧૨ વર્ષથી ઉપરના તમામ માટે કોવિડનો બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના હેલ્‍થકેર વર્કર તથા ફ્રન્‍ટલાઇન વર્કરોને બુસ્‍ટર ડોઝ આપવા માટે ૨૨ આરોગ્‍ય કેન્‍દ્ર તથા સિવિલ હોસ્‍પિટલ, પદ્મકુંવરબા હોસ્‍પિટલ ખાતે કોવિડ વેક્‍સીનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું છે. તેમ પદાધિકારીઓ - અધિકારીઓએ જણાવ્‍યું છે.

મહાનગરપાલિકા સંચાલિત ૨૨ આરોગ્‍ય કેન્‍દ્ર તથા સિવિલ હોસ્‍પિટલ અને પદ્મકુવારબા હોસ્‍પિટલ ખાતે સવારે ૮.૦૦ થી સાંજે ૭.૦૦ સુધી ૧૨ વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના અને હેલ્‍થ કેર વર્કર તથા ફ્રન્‍ટલાઈન વર્કર માટે પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ આપવામાં આવશે.

કોરોના વેકસીન લેવામાં બાકી રહેલા નાગરિકોને રસી લેવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્‍ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી હતી.

(3:14 pm IST)