Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી કોપર ચોરી કરતી ગેંગ પકડાઇઃચાર ગુન્હાનો ભેદ ખુલ્યો

તસ્વીરમાં કોપર ચોરી કરતી પકડાયેલ તસ્કર ગેંગ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., રરઃ પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી ભકિતનગર પોલીસે કોપર ચોરી કરતી ગેંગને ઝડપી લઇ ૪ ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ઝોન-ર મનોહરસિંહ જાડેજા, એસીપી એચ.એલ.રાઠોડ તથા એસીપી એસ.આર.ટંડેલના માર્ગદર્શન હેઠળ ભકિતનગર પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ પી.બી.જેબલીયા સહિતનો સ્ટાફ ૅઘરફોડી ચોરી કરતા ઇસમોને ઝડપી લેવાની વોચમાં હતા ત્યારે ભકિતનગર પોલીસ મથકને થયેલ ચોરીમાં ગયેલ મુદામાલ રઉફ નામનો માણસ ચોર ઇસમો પાસેથી મેળવે છે તેેવી બાતમી મળતા રઉફનું પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા તે અગાઉ પાંચ ઘરફોડ ચોરીમાં પકડાયો હોવાનું ખુલતા ભકિતનગર પોલીસે વોચમાં રહી રઉફ રઝાકભાઇ ઇસાણી, (રહે. જંગલેશ્વર શેરી નં. ૧૧ તથા જસમત  ધીરૂભાઇ સોલંકી (રહે. કોઠારીયા સોલવન્ટ શીતળાધાર ઝુંપડામાં જાકીર ઉર્ફે રાજુભાઇ મહેેબુબભાઇ કુરેેશી (રહે. ખોડીયારનગર શેરી નં. ૧, ગોંડલ રોડ)ને દબોચી લઇ પુછતાછ કરતા તેણે ચોરાઉ માલ વ્રૃજ વાસણ ભંડાર કે જે કમલેશભાઇની દુકાન છે તેને આપેલ છે તેવી કેફીયત આપતા કમલેશભાઇની દુકાનમાંથી  પ૦૦ કિ.ગ્રા. કોપરનો મુદામાલ કબ્જે કરી કમલેશ હરગોવિંદભાઇ દંગી (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટ શેરી નં. ર મોરબી રોડની પણ ધરપકડ કરાઇ હતી.

ઉકત શખ્સોએ અન્ય શખ્સો દિપક ઉર્ફે દિપુ બટુકભાઇ સાડમીયા (રહે. પુનીતનગર પાણીના ટાંકા પાસે, ઝુંપડપટ્ટી) તથા દિલીપ રમેશભાઇ પરમાર (રહે. જામવાળી પેટ્રોલ પંપ પાસે ઝુંપડપટ્ટી ગોંડલ સાથે મળી બે માસ પુર્વે વિરાણી અઘાટ એસી ફુટ પોડર પર કોરસા પંપ નામના કારખાનામાંથી અઢી કિલો કોપર, કોઠારીયા રીંગ રોડ મારૂતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સુપોડેટ નામના કારખાનામાંથી સવાસો કિલો કોપર, શાપર-વેરાવળના પડવલાની સીમમાં એન્ટીક પંપ નામના કારખાનામાંથી પ૦૦ કિલો કોપર તથા ૧ મહિના પુર્વે પુનીતનગર પાણીના ટાંકાની સામે શેરીમાં આવે લ સનરાઇઝ પંપ નામના કારખાનામાંથી ૪૦ કિલો કોપરની ચોરી કર્યાની કબુલાત આપી હતી. ભકિતનગર પોલીસે આ તસ્કર ગંગના કબ્જામાંથી કોપર ૧૧૦૦ કિલ્લે કિંમત ૪.૯પ લાખ તથા ઓટો રીક્ષ્ક્ષા મળી કબુલ. પ.૪પ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.  પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ મકરાણી તથા પોલીસ કોન્સ્ટેબલ વાલજીભાઇ જાડાની બાતમી પરથી ઉકત ૪ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો. આ કાર્યવાહીમાં પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ પઢારીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, વિક્રમભાઇ ગમારા, પ્રતાપસિંહ રાણા , હિરેનભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત તથા મનીષભાઇ સીરોડીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(4:19 pm IST)
  • જેટ એરવેઝ નાદાર જાહેર :ડચ કોર્ટે જેટ એરવેઝને નાદાર જાહેર કરી છે access_time 8:22 pm IST

  • ચૂંટણીના પરિણામ બાદ હિંસાની આશંકા : ગૃહમંત્રાલયે તમામ રાજયોમાં એલર્ટ જારી કર્યુ તમામ રાજયોના ડીજીપી અને મુખ્ય સચિવને મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના આદેશ આપ્યા : સ્ટ્રોંગરૂમની સુરક્ષા વધારવા કહેવાયુ : મતગણતરી પહેલા જ સુરક્ષા તંત્રને એલર્ટ કરાયુ access_time 6:30 pm IST

  • સુનાવણીની પ્રક્રિયામાં જાણી જોઇને વિલંબ કરવામાં આવે છેઃ અશ્વિન કોટવાલ: અલ્પેશ ઠાકોર સામેની દરખાસ્ત મામલે કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ આજે ફરી પહોંચશે વિધાનસભાઃ અશ્વિન કોટવાલ વિધાનસભા સચિવ સાથે કરશે મુલાકાત access_time 11:31 am IST