Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લોધીકા ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી તાલુકા પોલીસઃ પ્રવિણ કુવારીયા ઝડપાયો

કોન્સ હિરેનભાઇ, ભગીરથસિંહ તથા નગીનભાઇની બાતમીઃ કોળી શખ્સને નાનામવા રોડ પરથી દબોચ્યો

રાજકોટ તા. રર : લોધીકામાં થોડા દિવસ પહેલા થયેલી રૂ.૯૦ હજારની ચોરીને તાલુકા પોલીસે ભેદ ઉકેલી કોળી શખ્સને નાનામવા રોડ પરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થી ખત્રીની સુચનાથી તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એમ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એ.એસ.આઇ. હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. જયંતીભાઇ, ઉમેશભાઇ, હિરેનભાઇ, અરજણભાઇ, ભગીરથસિંહ, વીરેન્દ્રસિંહ અને નગીનભાઇ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે નાનામવા  રોડ પર એક શખ્સ ચોરાઉ સોનાના દાગીના વેંચવા આવ્યો હોવાની બાતમી કોન્સ. નગીનભાઇ, ભગીરથસિંહ તથા હિરેનભાઇને મળતા સ્ટાફ સાથે નાનામવા રોડ પરથી પ્રવિણ ભુપતભાઇ કુવરીયા (ઉ.રપ) (રહે. મેટોડા જીઆઇડીસી સવેદના હાઇર્ટસ)ને પકડી લઇ તેની પાસેથી રૂ. ૯૦ હજારની કિંમતના સોનાનો ચેઇન અને એકપેંડલ મળી આવતા તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેણે લોધીકામાં એક મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ  આદરી છે.

(4:13 pm IST)