Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વારાણસી વિસ્તારોમાં મહિલા જુથ બેઠકો

 વારાણસી સંસદીય ક્ષેત્રમાં શ્રમિક મહિલાઓ, અસંગઠીત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકો તેમજ મહિલા મંડળો અને સ્વસહાય જુથોમાં કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તેવા રચનાત્મક અભિગમ સાથે વ્યાપક લોકજાગૃતિ અને નરેન્દ્રભાઇ મોદી માટે લોકસમર્થન અર્થે સફળ અભિયાન ડો. ભાવનાબેન જોશીપુરા અને વિવિધ ક્ષેત્રના મહીલા અગ્રણીઓની ટીમે સફળ રીતે પૂર્ણ કરેલ છે. કૌશલ્યવર્ધન, મહિલા સ્વાવલંબન પ્રવૃત્તિ અને મહિલા કલ્યાણ યોજનાઓનાં વ્યાપક પ્રચાર પ્રસારના આધાર પર રાજકોટના પ્રથમ મહિલા મેયર અને અખિલ હીંદ મહિલા પરીષદનાં ઝોનલ ઓર્ગેનાઇઝર શ્રીમતી ભાવનાબેન જોશીપુરાએ વારાણસીનાં વિવિધ વિસ્તારો તથા આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા જુથ બેઠકો, ગ્રામસભાઓ, મહીલા સંમેલનો સંબોધ્યા હતા. જે તસ્વીરોમાં નજરે પડે છે.

(4:12 pm IST)