Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

વારાસણીમાં નરેન્દ્રભાઇ ૭ લાખની જંગી લીડથી જીતશે

નરેન્દ્રભાઇના સંસદીયક્ષેત્ર કાશી-વારાસણીમાં રાજુભાઇ ધ્રુવે કર્યો'તો પ્રચાર લોકસંપર્ક : ગુજરાત સહિત દેશભરમાં મોદીજીની લોકપ્રિયતા અકબંધ છે, આ વખતે ભાજપ ૩૦૦થી વધુ બેઠકો મેળવશે જ

રાજકોટઃ ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે   લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ લોકસભાની આઠ બેઠકો પરથી મીડિયા ઈચાર્જ તરીકેની જવાબદારી સુપેરે નિભાવ્યા બાદ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોનું મતદાન પૂર્ણ થઈ ગયા પછી પક્ષનાં એક અદના કાર્યકર તરીકે દસ દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સંસદીય ક્ષેત્ર કાશી-વારાણસીનો પ્રવાસ કરીને પક્ષ માટે પ્રચાર-પ્રસારનું કાર્ય કર્યું હતું. ઉત્ત્।રપ્રદેશમાં આવેલી ઐતિહાસિક પ્રાચિન નગરી કાશી-વારાણસીનાં પ્રવાસ દરમિયાન રાજુભાઈ ધ્રુવે ત્યાંના ગુજરાતી સમાજ ઉપરાંત વિવિધ સમાજ, વ્યાપારી સંગઠનો, સમાજસેવી સંસ્થાઓ અને અગ્રણીઓની મુલાકાત લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસ કાર્યોનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. રાજુભાઈએ કાશી-વારાણસીમાં આવેલા અલગ-અલગ ધાર્મિક સ્થળો, સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી. તેમણે વધુમાં વધુ મતદાન કરવા ત્યાના સ્થાનિક લોકોને અપીલ કરી હતી તેમજ ત્યાનાં ભાજપનાં ધારાસભ્યો, નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતા સાથે મળીને લોકસંપર્કનાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાશી-વારાણસી બેઠક પરથી પ્રચંડ બહુમતી સાથે વિજયી મેળવે તે માટે દસ દિવસ સુધી સતત પ્રયત્નો-સંપર્કો કર્યા હતા.

 કાશી-વારાણસી પ્રચાર-પ્રસારમાં સતત સક્રિય રહીને રાજુભાઈ ધ્રુવે અનેક જનસંપર્ક કાર્યક્રમોમાં ભાગ લીધેલ હતો. તસવીર (૧)માં મોદીજીના નેતૃત્વમાં ભાજપને ૩૨૧ કરતા વધુ બેઠકો મળે તે માટે કાશી-વારાણસી ના ગુજરાતી સમાજ દ્વારા યોજાયેલ ૩૨૧ કમળના રૂદ્રાભિષેકમાં ભાગ લઈ કાશી વિશ્વનાથ મહાદેવનાં આશીર્વાદ રાજુભાઈએ મેળવ્યા હતા. તસવીર (૨) માં વારાણસીના નગર સઘ  ચાલક શ્રી બીપીનભાઈના વડપણ હેઠળ યોજાયેલ ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓની ખૂબ મહત્વની બેઠકમાં ઉત્ત્।રપ્રદેશના વિદ્યુત વિભાગના કેબિનેટ પ્રધાન શ્રીકાંત શર્માની સાથે ઉપસ્થિત રહી રાજુભાઈ ધ્રુવે તેમના પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી મોદીજીને વિક્રમ સર્જક વિજય મળે તે માટે અપીલ કરી હતી. તસવીર (૩)માં કાશી-વારાણસીમાં રામજીભાઈ નામનાં એક નાના કાર્યકર્તાએ પોતાની જીવાદોરી સમી દુકાન મોદીજીના ચૂંટણી કાર્યાલય તરીકે આપી હૃદયની વિશાળતા અને મોદીજીની પ્રત્યેનો અગાધ પ્રેમ દર્શાવ્યો હતો તે વેળા કાર્યકર્તા સમૂહ નજરે પડે છે. તસ્વીર (૪)માં પુરવાંચલ-ઉત્ત્।રપ્રદેશમાં ચૂંટણી સહપ્રભારી સુનિલભાઈ ઓઝા સાથે વિચાર વિમર્શ   શ્રીધ્રુવે કર્યો હતો એ જોવા મળે છે. તસવીર (૫)માં ચૂંટણી પ્રચાર માટે  કાપડ એસોસિએશનના પદાધિકારીઓ સાથે રાજુભાઈએ મિટિંગ કરી હતી તે સમયે કાશીના પૂર્વ પોલીસ ઉપ અધિકક્ષક તથા ૪૦ વર્ષથી દૂધ અને ફળાહાર ઉપર જીવતા યોગાચાર્ય શ્રી હરિષણકારજી, ફિલ્મ ડાયરેકટર શ્રી અજિત દુબે, શ્રીમતી ઉષાબહેન દુબેજી તથા આમોદ પાંડેજી, આકાશભાઈ નજરે પડે છે. તસવીર (૬)માં વારાણસીના નિષ્ઠાવાન સિદ્ઘાંતવાદી ધારાસભ્ય શ્રી  રવિન્દ્ર જાયસવાલ સાથે રહી કાર્યકર્તાઓ સાથે બેઠક ચર્ચા વિચારણા કરી વધુ મતદાનની હાકલ કરતા રાજુભાઈને જોઈ શકાય છે તસવીર (૭)માં કાશી-વારાણસીના વિવિધ વેપારી સંગઠનોના પદાધિકારીઓ સાથે બેઠક કરી તેની સમસ્યાઓના સમાધાનની ખાતરી આપતા રાજુભાઈ. તસવીર (૮)માં ૭૭ વારાણસીના બુથના કાર્યકર્તાઓ સાથે મોદીજીની ભવ્ય અને અભૂતપૂર્વ જીત માટે લોકસંપર્ક દરમિયાન વધુ મતદાનની અપીલ  કરી હતી. તસવીર (૮) માં  મેરઠના સંસદસભ્ય અને ઉમેદવાર શ્રી રાજેન્દ્ર અગરવાલની સાથે ઉપસ્થિત રહી બેઠકને સંબોધન કરતા રાજુ ભાઈ  જોઈ શકાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૦૨ની રાજકોટ પેટા ચૂંટણીથી અગત્યના સાથી કાર્યકર અને પ્રદેશ ભાજપ અગ્રણી કાકુભાઈ (પરેન્દુભાઈ ભગત) સાથે અગત્યની ચર્ચા કરી રહેલ શ્રી ધ્રુવ નજરે ચડે છે. તસવીર (૯)માં કાશીમાં અનેક વર્ષોથી એકદમ સામાન્ય પરિસ્થિતિમાં જીવતા ભાજપના નિષ્ઠાવાન મહિલા અગ્રણી શ્રીમતી સુમિતાબહેન અને કાર્યકર્તા પરિવાર નજરે પડે છે. તસવીર (૧૦)માં કાશી ગુજરાતી સમાજ દ્વારા યોજાયેલ બેઠકમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી રાજુભાઈએ માર્ગદર્શન આપ્યું હતું અને તેમની સાથે ગુજરાતી સમાજના અધ્યક્ષ શ્રી અનિલ શાસ્ત્રી, ગૌસેવા બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ ચૈતન્ય શંભુ મહારાજ તથા તિરુપુર તામિલનાડુથી આવેલ સુરેશભાઈ વિભાકર,વિવેકભાઈ પરીખ,અશ્વિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાશી-વારાણસીનાં દસ દિવસીય પ્રવાસ બાદ રાજુભાઈ એ જણાવ્યું હતું કે, વારાણસી લોકસભા બેઠક પરથી ભાજપનાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી ૭ લાખ કરતા વધુ વિક્રમજનક સરસાઈ સાથે જીત મેળવશે. મોદીજી એક સારા ધારાસભ્ય, શ્રેષ્ઠ મુખ્યમંત્રી, સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ઉપરાંત સર્વોત્ત્।મ સાંસદ સાબિત થયા છે. નમામિ ગંગે કાશી-વારાણસી ખરા અર્થમાં દિવ્ય-ભવ્ય બની રહ્યું છે. કાશી-વારાણસીની કાયાપલટ પલટ કરવાનો તમામ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈના  શિરે જાય છે. તેમ જણાવ્યું હતુ.

(4:08 pm IST)