Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ માટે ૫૦ ટકાની મર્યાદા દુર કરવી જરૂરી

રાજકોટ ચેમ્બર દ્વારા ઔદ્યોગિક એકમોને માટે : મુખ્યમંત્રી સમક્ષ થઇ રજુઆત

રાજકોટ તા.૨૨: કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા પ્રોત્સાહીત કરવામાં આવેલ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે નિશ્ચિત સબસીડી આપવામાં આવે છે. ગુજરાતના હજારો કુટુંબોઓએ સદર પ્રોત્સાહીત યોજનાનો લાભ મેળવેલ છે જેના થકી ગુજરાત સરકારશ્રીને ખરીદવી પડતી મોંઘા ભાવની વિજળીની કિંમતમાં તથા પર્યાવરણને પણ ખુબ જ ફાયદો થવા પામેલ છે. આમ છતા ઔદ્યોગીક એકમો આવા રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માંગતા હોય તો તેઓને કરારીત વીજ ભારના ૫૦ ટકા સુધીનું જ સોલાર પ્લાન્ટ ઇન્સટોલ કરી શકે છે. આ જોગવાઇને કારણે કોઇ ઔદ્યોગીક એકમ પોતાના વીજભાર જેટલી ક્ષમતા ધરાવતો રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપીત કરવા માંગતા હોય તો પણ કરી શકતા નથી અન્ય રાજયોમાં આ બાબતે ઘણી છુટછાટ અને ઉદારતા જોવા મળે છે આ સંદર્ભે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ઔદ્યોગીક એકમો ઉપર લાદવામાં આવેલ ૫૦ટકાની મર્યાદા દુર કરવા ભારપૂર્વક રજુઆત કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:07 pm IST)