Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયનું ધો.૧૦ નું ઉજવળ પરિણામ

રાજકોટ : આઝાદી પહેલાની રાજકોટમાં સ્થપાયેલ અને વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલયનું ધો.૧૦ નું બોર્ડનું ૯૮.૮૭ % ઝળહળતુ પરીણામ આવેલ છે. શાળાના ૩૫૪ વિદ્યાર્થીઓમાંથી ૧૪૮ વિદ્યાર્થીઓ ૯૦ થી વધુ પી.આર., ૨૨૦ વિદ્યાર્થીઓ ૮૦ થી વી વધુ પી.આર અને ૨૭ર વિદ્યાર્થીઓ ૭૦ થી વધુ પી.આર. લાવેલ છે. હિતાંશી રાઠોડ ૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડ પ્રથમ, ગોપીકા વડગામા ૯૯.૯૮ પી.આર. સાથે બોર્ડ દ્વીતીય, નંદની ડવ ૯૯.૯૪ પી.આર. સાથે બોર્ડમાં છઠ્ઠા સ્થાને અને ધ્રુવા ખુંટ ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠા સ્થાને ઉતીર્ણ થઇ શાળાનું ગૌરવ વધારેલ છે.

(3:46 pm IST)