Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સમુહ બુધ્ધવંદના

આત્યમન યુવા ગ્રુપ દ્વારા વૈશાખી પૂર્ણિમા નિમિતે સમુહ બુધ્ધ વંદનાનું આયોજન સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે કરાયુ હતુ. ઉપસ્થિત સુર્યસેન તથાગત, એચ. ડી. ચૌહાણ, મોહનભાઇ પરમાર, નિર્લોકભાઇ પરમારે તથાગત ગૌતમબુધ્ધ વિષે પ્રેરક વકતવ્ય આપેલ. ડો. ભીમરાવ સ્ટડી સેન્ટરની વિદ્યાર્થીનીઓએ પ્રાસંગીક કૃતિઓ રજુ કરી હતી. કાર્યક્રમને અંતે સૌને ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડની આગેવાની હેઠળ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)
  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST

  • નરેન્દ્ર ભાઈ આવતીકાલે સાંજે છ વાગે રાષ્ટ્રજોગુ સંબોધન કરશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ગુરુવારે સાંજે છ વાગે રાષ્ટ્રને સંબોધન કરશે તેવું જાણવા મળે છ:કાલે ૧૯મી લોકસભા માટે થયેલ મતદાનથી મતગણતરી યોજાઇ છે. access_time 9:02 pm IST

  • પાકિસ્તાનની હાલત દયાજનક દૂધનો ભાવ ર૦૦ રૂપિયા લીટર : ૧ ડોલર સામે રૂપિયો ૧પ૪ થયો : તમામ ચીજ- વસ્તુઓના ભાવ આસમાને : ખાવા પીવાની ચીજો ગોળ, ખાંડ, માછલી, મસાલા, ઘી, ચોખા, દાળ, ઘંઉ મોંઘા થયા : મોંઘવારીનો બોંબ ફૂટયો access_time 4:02 pm IST