Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

આજે સાંજે ઝાલાવડ રોયલ્સ વિ.સોરઠ લાયન્સ વચ્ચે ફાઈનલ જંગ

પૂજારાની ટીમમાં શેલ્ડન જેકશન, પ્રેરક માંકડ જેવા તો સોરઠમાં સાગર જોગીયાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા જેવા મહારથી ખેલાડીઓ : મેચના સમાપન બાદ ભવ્ય આતશબાજી : વજુભાઈ વાળાના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી અપાશે : ક્રિકેટ પ્રેમીઓને આમંત્રણ

રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ નો ફાઇનલ મેચ આજે ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે રમાશે ગઈકાલે રમાયેલા ઝાલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ વચ્ચેના એક દિલધડક મેચમાં ઝાલાવાડ રોયલની ટીમે છેલ્લી ઓવરમાં વિજયી રન બનાવી લેતા ઝાલાવાડ રોયલ્સની ટીમ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી.

ઝાલાવાડ રોયલ્સની ટીમના સુકાની ચેતેશ્વર પૂજારાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને કચ્છ વાઙ્ખરિયર્સની ટીમને ૧૨૯ રન સુધી સીમિત રાખવામાં સફળ રહ્યા હતા. કચ્છ વાઙ્ખરિયર્સની શરૂઆત ધીમી રહી હતી અને ૧૫૦ ઉપરનો સ્કોર કરશે તેવું લાગતું હતું પણ શરૂઆતમાં જ તેમના બેટ્સમેન દબાઈ જતા અંતે ૨૦ ઓવરમાં ૭ વિકેટના ૧૨૯ઙ્ગ રન બનાવી શકી હતી જેમાંઅગ્નિવેશ અયાચીએ ૨૧ બોલમાં ૪ ચોક્કા અને એક છક્કા સાથે ૨૯ રન બનાવ્યા હતા જયારે સ્નેલ પટેલે ૨૫ રન કર્યા હતા જયારે અમિત રંજને ૧૩ રન કર્યા હતા.

ઝાલાવાડ રોયલ્સ વતી જાય ચૌહાણ અને સુનિલ યાદવે બે બે વિકેટ ઝડપી હતી જયારે કિશાન કુંગશીયા,દેવાંગ કરમતાંએ એક એક વિકેટ ઝડપી હતી. ૧૩૦ રણનો સ્કોર ચેઇઝ કરવા મેદાને પડેલી ઝાલાવાડ રોયલ્સની પ્રારંભિક જોડી પુજારા અને શેલ્ડન જેકશને શાનદાર બેટિંગ કરીને પ્રથમ વિકેટ માટે ૭૪ રન ઉમેરીને મજબૂત શરૂઆત આપી હતી જોકે ત્યાર બાદ શેલ્ડન જેકશન ૩૫ બોલમાં ૪૨ અને પુજારા ૩૬ રન કરીને આઉટ થતા કચ્છ વોરિયર્સ માટે તક ઊભ થઇ હતી.સાંઈઠ વ્યાસ અને પ્રેરક માંકડે ૧૬-૧૬ રન બનાવીને ઝાલાવાડ રોયલ્સની ટીમને વિજય તરફ નજીક લઇ ગયા હતા પણ બંને આઉટ થઇ જતા અને છેલ્લી બે ઓવરમાં ૧૨ રનની જરૂર હોવાને કારણે મેચ રસપ્રદ બની ગયો હતો અને તેમાં પણ છેલ્લી ઓવરમાં ૬ રનની જરૂર હતી અને બે ડોટ બોલ અને વિકેટ પડતા મેચ દિલધડક બની ગયો હતો.પરંતુ છેલ્લી ઓવરના ચોથા બોલ પર જાય ચૌહાણે કચકચાવીને બાઉન્ડરી જીકી દેતા ઝાલાવાડ રોયલ્સનો એક બોલ બાકી હતો ત્યારે ૫ વિકેટથી વિજય થયો હતો. જાય ચૌહાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

હવે આજે ઝાલાવાડ રોયલ્સ અને સોરથ લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો થશે.બંનેટીમો લીગ મેચના ત્રણ ત્રણ મેચ જીતી ચુકી છે અને ફાઇનલમાં પ્રવેશ કરેલ છે ત્યારે આ મેચમાં બંને ટીમમાં ચાર ચાર રણજી પ્લેયર હોવાથી મેચ રસ્પ્રેડની સાથે સાથે રોમાંચક પણ બની રહેશે

આ બાજુ પુજારા શેલડન જેકશન પ્રેરક માંકડ અને સમરથ વ્યાસ જેવા દિગ્ગજ ખેલાડીઓ છે તો બીજી સોરઠ લાયન્સમાં પણ સાગર જોગીયાની,ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જે લાસ્ટ મેચના હીરો રહ્યા હતા તે પણ ટીમમાં સામેલ છે ત્યારે આ મેચ ખરા અર્થમાં બંને ટીમો માટે ફાઇનલ જંગ બની રહેશે.મેચ આજે સાંજે ૭ ૩૦ વાગે શરુ થશે અને મેચ ની સાથે સાથે ભવ્ય આતાશબાજી પણ કરવામાં આવશે ફાઇનલ મેચમાં ગુજરાતના ભુતપૂર્વ નાણાં મંત્રી અને હાલ કર્ણાટક રાજયના ગવર્નર વજુભાઇ વાળા પણ ઉપસ્થિત રહીને વિજેતા ટીમને કપ એનાયત કરશે.

(3:44 pm IST)
  • પીડીએમ કોલેજ પાસે શ્રદ્ધા સ્કુલ નજીક એક વૃક્ષ ધરાશાયી અને ૨ વીજપોલ ધરાશાયી : એકને ઈજા : એક ફોર વ્હીલ દબાઈ એકટીવા ચાલક માથે વૃક્ષ પડતા ઘાયલ : દોશી હોસ્પિટલમાં સારવાર : એક કાર દબાઈ : ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવકાર્ય શરૂ કર્યુઃ વીજ પુરવઠો ખોરવાયો access_time 6:31 pm IST

  • જેટ એરવેઝ નાદાર જાહેર :ડચ કોર્ટે જેટ એરવેઝને નાદાર જાહેર કરી છે access_time 8:22 pm IST

  • બિહારમાં હવામાનનો મિજાજ બદલાયો :કટિહારમાં સાંજે વરસાદ સાથે કરા પડ્યા :રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદના અહેવાલ access_time 1:24 am IST