Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

શુભમ સ્કુલના છાત્રોનો ધો.૧૦ના પરિણામમાં દબદબોઃ ૯૮.૦૩% પરિણામ સાથે એ-૧ ગ્રેડના ૩ છાત્રો

રાજકોટ : તાજેતરમાં એસએસસી માર્ચ-૨૦૧૯નું રીઝલ્ટ આવ્યું છે ત્યારે શુભમ સ્કુલ્સનું ધમાકેદાર શાળાનું પરિણામ ૯૮.૦૩% આવ્યુ છે. જેમાં પ્રથમ રાઠોડ અભિષેક ૯૯.૮૧ પીઆર (એ૧), દ્વિતીય વૈષ્ણવ પ્રાચી ૯૯.૪૮ પીઆર (એ-૧), તૃતીય વાઘેલા ગોપાલ ૯૯.૪૫ પીઆર (એ-૧) મેળવેલ છે. આ ઉપરાંત ૯૯ પીઆર ઉપર ૮ વિદ્યાર્થીઓ, ૯૮ પીઆર પર ૨૨ વિદ્યાર્થી, ૯૫ પીઆર પર ૫૩ વિદ્યાર્થી, ૯૦ પીઆર પર ૮૨ વિદ્યાર્થીઓ છે. આ વર્ષે પણ નિરંતર શ્રેષ્ઠ પરિણામની પરંપરા શુભમ સ્કુલે જાળવી રાખી છે. જેના માટે શાળાના સંચાલક અવધેશભાઈ કાનગડનું બેસ્ટ મેનેજમેન્ટ તથા શ્રેષ્ઠ શિક્ષકોની ટીમવર્કનું પરિણામ છે. શુભમ સ્કુલે વિદ્યાર્થીની કારકિર્દી ઘડતર માટેનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર છે. શુભમ સ્કુલમાંથી અભ્યાસ કરીને આજે ઘણા વિદ્યાર્થીઓ નામાંકીત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી છે તથા સી.એ., સી.એ., એમ.બી.એ.માં પણ વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીનું ઘડતર કર્યુ છે. શુભમ સ્કુલની શરૂઆત વર્ષ ૨૦૦૦થી પ્રાથમિક વિભાગથી થઈ છે. ત્યારબાદ આજે શાળામાં હાઈસ્કુલ વિભાગ, સાયન્સ અને કોમર્સ વિભાગ તથા અંગ્રેજી માધ્યમની શાળા પણ શરૂ છે. શાળામાં શૈક્ષણિક પ્રવૃતિની સાથે વિદ્યાર્થીઓને મૂંઝવતા ગણિત વિષય માટે વૈદિક મેથ્સ, સહઅભ્યાસિક પ્રવૃતિઓ, રમત-ગમત, એકિઝબિશન, તહેવારોની ઉજવણી, વાર્ષિકોત્સવ, મોટીવેશન સેમીનાર વગેરે પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે. પ્રસ્તુત તસ્વીરમાં તેજસ્વી છાત્રો સાથે સંચાલક અવધેશભાઈ કાનગડ નજરે પડે છે.

(3:39 pm IST)