Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટમાં અંધશ્રદ્ધાનું હિચકારું પ્રદર્શન :યુવતીની સત્યતાની પરીક્ષા કરવા હાથ ગરમ તેલમાં નખાયા

યુવતીના હાથ દાઝી જતા હોસ્પિટલમાં દાખલ કરાઈ ;પોલીસે નિવેદન નોંધ્યું

રાજકોટ;રાજકોટમાં અંધશ્રદ્ધાનું વરવું પ્રદર્શન બહાર આવ્યું છે જેમાં  એક યુવતીની અગ્નિ પરિક્ષા લેવામાં આવી છે. યુવતીની સત્યતાની પરિક્ષા લેવા માટે તેના હાથ ગરમ તેલમાં નાંખવામાં આવ્યા હતા. તાવની વિધિ દરમિયાન યુવતીની પવિત્રતાની ચકાસણી કરવા માટે તેના હાથ ગરમ તેલમાં નંખાવવામાં આવ્યા હતા. સખત ગરમ એવા તેલમાં હાથ નાંખતા યુવતી દાઝી હતી.હાલમાં યુવતીને સારવાર અર્થે હૉસ્પિટલમાં લઇ જવામાં આવી છે. ઘટનાને લઇને પોલીસે યુવતીનું નિવેદન લીધું છે અને તેના આધારે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

(11:47 pm IST)