Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

દુરન્ટો ટ્રેન માટે ચેમ્બરના પ્રયાસો ફળ્યા

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સતત રજુઆતના ફળ સ્વરૂપ મુંબઇ- અમદાવાદ વચ્ચે શરૂ કરાયેલ દુરન્ટો એકસપ્રેસ ટ્રેન કાયમી ધોરણે રાજકોટ સુધી લંબાવવાનો નિર્ણય રેલ્વે મંત્રાલયે કરેલ છે ટુંક સમયમાં સૌરાષ્ટ્રના મુસાફરોને આ સુવિધા ઉપલબ્ધ બનશે. રાજકોટ ચેમ્બરે ૨૦૧૭ માં તે સમયના રેલ્વે મંત્રી સુરેશ પ્રભુની મુલાકાત લઇ દુરન્ટો એકસપ્રેસ સહિત રેલ્વેના વિવિધ પ્રશ્નો રજુ કરેલ બાદ તાજેતરમાં પ્રમુખ શિવલાલભાઇ બારસીયાા, માનદ્ મંત્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થ ગણાત્રા, કારોબારી સભ્ય જીતુભાઇ અદાણી, નવી દિલ્હી ખાતે રેલ્વે મંત્રી પીયુષ ગોયેલને રૂબરૂ મળી રાજકોટ-સૌરાષ્ટ્રના રેલ્વેના પ્રશ્નોની રજુઆત કરેલ છે. આ રજુઆતમાં સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાએ સાથ રહી પુરતો સહકાર આપેલ. રાજકોટ ચેમ્બરની રજુઆતને પ્રાધાન્ય આપી દુરન્ટો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવામાં આવી હોવાનંુ ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઇ બારસીયા અને માનદ્ મંત્રી વી.પી. વૈષ્ણવની યાદીમાં જણાવેલ છે.

(4:35 pm IST)