Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વેલનાથ સોસાયટીમાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો : ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના પ્રયત્ન સફળ

રાજકોટ : વોર્ડ નં. ૪ મોરબી રોડ ઉપર વેલનાથ સોસાયટીમાં દાયકાઓ પછી રાજકોટ ૬૮ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના સફળ પ્રયત્નોથી વેલનાથ સોસાયટીમાં ઘર-ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. તેથી વેલનાથ સોસાયટીના લતાવાસીઓએ દ્વારા તેના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં ૬૮ના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વોર્ડના પ્રમુખ અજયભાઇ ગોસ્વામી, પ્રભારી અશોકભાઇ લુણાગરિયા, સી.ટી. પટેલ, નીતીનભાઇ, બટુકભાઇ, ધીરૂભાઇ પીપળીયા, સુરેશભાઇ, સંજયભાઇ રાઠોડ, પ્રવિણભાઇ પટેલ, નવીનભાઇ રાજયગુરૂ, વેલનાથ સોસાયટીના લતાવાસીઓ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

(4:32 pm IST)