Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

કોર્પોરેટ જગત

કોલમઃ ઇન્વેસ્ટમેન્ટ આઇડીયા ક્રૂડ, કર્ણાટક, અને કોરિયા

અત્યાર સુધી ક્રૂડ ઓઇલ ના આંતર રાષ્ટ્રીય નીચા ભાવ નો ફાયદો મેળવી રહેલ મોદી સરકાર ને આજ ક્રૂડ દઝાડી રહ્યું છે. ક્રૂડ ઓઇલ ના આંતર રાષ્ટ્રીય ભાવ ૮૦ ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયા છે. આને લીધે ભારત ની ચાલુ ખાતા ની ખાધ (કરંટ અકાઉંટ ડેફિસીટ) વધી શકે છે અને ફુગાવો પણ વધશે. આ તરફ કર્નાટક વિધાનસભા નું કોકડું ગૂંચવાયું છે અને આ લખાય છે ત્યારે સુપ્રીમ કોર્ટે ભાજપ ને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માત્ર ૨૪ કલાક નો સમય આપ્યો હતો જેમાં ફ્લોર ટેસ્ટ પહેલા જ યદ્દુરપ્પા એ રાજીનામું આપી દીધું છે. વૈશ્વિક સમાચાર માં ઉત્ત્।ર અને દક્ષિણ કોરિયા નો દ્વિપક્ષીય વાર્તાલાપ પણ ટ્રેક પર થી ઉતરી ગયો છે. આવા માહોલ માં ભારતીય શેર બજાર ની સ્થિતિ કેવી રહેશે એ કહેવું ખૂબ કઠિન થઈ ગયું છે. ખાસ કરી ને મિડ અને સ્મોલ કેપ શેરો માં ૩૦% જેટલું ગાબડું પડી ગયું છે. આવા સંજોગો માં ધીરજ રાખવી અને કોઈ પણ તરફ ના ઉતાવડીયા નિર્ણયો ના લેવા એ રોકાણકારો ના હિત માં છે. લાંબા ગાળા ના રોકાણકારો ફંડામેંટલી સારા અને તૂટેલા મિડ અને સ્મોલ કેપ શેર લાંબા ગાળા માટે લઈ શકે છે. આજે આપણે કાર્બન બ્લેક બનાવતી ભારત ની સૌથી મોટી કંપની ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ વિષે ચર્ચા કરીશું.

( રેગ્યુલર અપડેટ માટે ટેલિગ્રામ એપ્પ ડાઉનલોડ કરો અને જોડાવો : t.me/valuepickgems)

 ફિલિપ્સ કાર્બન બ્લેક ( BSE કોર્ડ : 506590)

કંપની પરિચય

ફિલિપ્સ કાર્બન બ્લેક (PCBL) એ ૧૮૨૦ થી કાર્યરત ભારત ના પ્રતિસ્થિત RP – સંજીવ ગોએંકા ગ્રુપ ની કંપની છે. ગ્રુપ પાવર અને નેચરલ રેસોર્સ, કાર્બન બ્લેક, IT અને એજયુકશન, રીટેલ, કોલ માઇનિંગ, મીડિયા, ચા ઉત્પાદન વગેરે વિવિધ ક્ષેત્રો માં અગ્રેસર છે. RP-સંજીવ ગોએંકા ગ્રુપ ની કંપનીઓ CESC, ફિલિપ્સ કાર્બન, સ્પેનસર રીટેલ, ફર્સ્ટ સોર્સ સોલ્યુસન, હરિસન મલયાલમ, સારેગામા વગેરે તેમના ક્ષેત્ર ની અગ્રેસર કંપનીઓ છે. PCBL ની સ્થાપના ૧૯૬૦ માં થયેલી. કંપની ભારત ની પ્રથમ અને વિશ્વ ની સાતમા નંબર ની કાર્બન બ્લેક નું ઉત્પાદન કરતી કંપની છે. કંપની ના ૪ પ્લાંટ્સ દુર્ગાપુર, પાલેજ, કોચીન અને મુંદ્રા માં આવેલા છે જેની ટોટલ કેપેસિટી વાર્ષિક ૪,૭૨,૦૦૦ મેટ્રિક ટન છે. ઉપરાંત પાલેજ માં ૪૦૦૦૦ મેટ્રિક ટન ની કેપેસિટી ધરાવતો સ્પેસિયાલિટી બ્લેક નો પ્લાન્ટ અને ૭૮ મેગાવોટ કેપેસિટી ના વિધુત ઉત્પાદન પ્લાન્ટ પણ આવેલા છે. કંપની ૩૦ થી વધુ દેશો માં કાર્બન બ્લેક અને સ્પેશિયાલિટી બ્લેક ની નિકાસ કરે છે. કાર્બન બ્લેક ની વૈશ્વિક ડિમાન્ડ ખુબજ મોટી છે. ટાયર, પ્લાસ્ટિક, પેપર, મોબાઇલ, પોલિયસ્ટર જેવી વિવિધ પ્રોડકટસ માં તેની ખૂબ મોટી જરૂરિયાત પડે છે. કંપની કાર્બન બ્લેક નું ઉત્પાદન કરતી એક માત્ર કંપની છે કે તેના એનવાયરમેંટ ફ્રેંડલી અભિગમ ને લીધે કાર્બન ક્રેડિટ મળે છેા     

  ફાઇનાન્સિયલ કામગીરી અને મૂલ્યાંકન

   FY૧૭ માં કંપની નું કુલ વેચાણ ૨૧૫૧ કરોડ હતું જે FY૧૮ માં વધી ને ૨૬૨૦ કરોડ થયું છે. જયારે કંપની નો ચોખ્ખો નફો FY૧૭ માં ૭૨ હતો જે FY૧૮ માં વધી ને ૨૩૦ કરોડ થયો છે. FY૧૭ માં કંપની નો EP ૯૪.૨ હતો જે FY૧૮ માં અંદાજિત ૧૪ થયો છે. કંપની નો નેટ પ્રોફિટ માર્જિન ૩.૩%  થી વધી ને ૮.૯%  થયો છે  FY૧૮ માં  કંપની ના EBITDA માર્જિન માં ૩૩૭ bps નો સુધારો થયો છે. જયારે કંપની ની ઇન્ટરેસ્ટ કોસ્ટ જે ૨૦૧૫ માં ૯૪ કરોડ હતી તે ઘટી ને ૨૦૧૮ માં ૪૧ કરોડ થઈ છે.

 ઈન્વેસ્ટમેન્ટ ની તકો

 PCBL વિશ્વ ની બીજા નંબર ની સૌથી ઝડપ થી વિકસતી કાર્બન બ્લેક કંપની છે. આવતા ૫ વર્ષો માં વિશ્વ ની કાર્બન બ્લેક ની ડિમાન્ડ બમણી થવા ની ધારણા છે. કાર્બન બ્લેક ની સૌથી મોટી જરૂરિયાત ટાયર ઉત્પાદન માં હોય છે. છેલ્લા ૫-૬ વર્ષો માં ભારત માં ટાયર નું ઉત્પાદન ઓટો મોબાઇલ ના ઉત્પાદન કરતાં ઘણું વધ્યું છે. આનું કારણ રિપ્લેસમેંટ ટાયર નું મોટું માર્કેટ છે. નવા વાહનો ની સાથે જૂના વાહનો ને પણ ટાયર રિપ્લેસમેંટ ની જરૂર પડવાનીજ. આ ઉપરાંત સ્પેસિયાલિટી કાર્બન કે જે ટાયર સિવાય ના ઉત્પાદનો માં વપરાય છે એની ખુબજ મોટી ડિમાન્ડ ઊભી થઈ છે. વળી સ્પેસિયાલિટી કાર્બન માં પ્રોફિટ માર્જિન પણ બહુ ઊંચા હોય છે. PCBL હાલ માં ડી-બોટલનેકિંગ ની પ્રક્રિયા થી કાર્બન બ્લેક ની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૮૦૦૦૦ ટન થી વધારી રહી છે. આમ કંપની નો વોલ્યુમ ગ્રોથ આવનારા દિવસો માં ખૂબ વધી શકે છે અને પ્રોફિટ ગ્રોથ પણ આવનારા ૨ વર્ષ માં ૧૭.૫ % જેવો ઊંચો રહેવાની સંભાવના છે. કંપની નો ચોખ્ખો નફો કે જે FY૧૮ માં ૨૩૦ કરોડ છે એ FY૧૯ માં ૨૯૧ કરોડ અને FY૨૦ માં ૩૩૫ કરોડ થવા ની સંભાવના છે. વળી કાર્બન બ્લેક માટે રો મટિરિયલ ક્રૂડ છે. ક્રૂડ ના ભાવ ની વધઘટ ની અસર ને પહોચી વળવા માટે કંપની એ ક્રૂડ ની વેરિએબલ કોસ્ટ સીધી એના વપરાસકારો ને પાસ થાય એવો કોન્ટ્રાકટ એમના મોટા ભાગ ના કી કસ્ટમર સાથે કરેલ છે એટલે ક્રૂડ ના ભાવ વધારા ની કોઈ અસર કંપની ના પ્રોફિટ પર ભવિષ્ય માં પડસે નહીં. આથી કંપની આવનારા ૨ વર્ષો માં RoE અને RoCE ૨૫% જેટલા ઊંચા રહી શકે છે.    

 આઉટલૂક

 કાર્બન બ્લેક ની વૈશ્વિક ડિમાન્ડ ખૂબ વધી છે તેની સામે સપ્લાઈ હજુ પણ ઓછી છે. હાલ માં કાર્બન બ્લેક ની વાર્ષિક ૨ લાખ મેટ્રિક ટન થી પણ વધારે અપૂર્તિ છે અને ભવિષ્ય ની ડિમાન્ડ જોતાં આ ઘટ વધી શકે છે. PCBL ભારત ની સૌથી મોટી કાર્બન બ્લેક ઉત્પાદન કરતી કંપની હોવાને લીધે અને ફંડામેંટલી મજબૂત કંપની હોવાને લીધે કંપની નું ભવિષ્ય ઉજ્જવળ છે. જાણીતા બ્રોકરેજ હાઉસ એ કંપની ના શેર નો ભાવ ૩૫૦ થી વધુ જવાની શકયતા દર્શાવી છે. 

 ડિસ્કલેમરઃ લેખક SEBI ના રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નથી. ઉપર નો લેખ એ રિસર્ચ રિપોર્ટ નથી કે શેર લેવાની ભલામણ નથી. આપેલી માહિતી જાહેર માધ્યમ માં પ્રાપ્ય છે. શેર બજાર માં નિવેશ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકાર ની સલાહ લેવી હિતાવહ છે. 

 જસ્મિન મહેતા - ગૌરાંગ સંઘવી

E mail : valuepickgems@gmail.com

(4:32 pm IST)