Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

શહેરના વધુ-૨ વોંકડામાં સાઇકલ ટ્રેક બનાવાશે

ટ્રાફિક સમસ્યા ઉકેલવાં લેવાયેલ શ્રેણીબદ્ધ પગલાની વિગતો જાહેર કરતાં મ્યુ.કમિશ્નર

રાજકોટ, તા.૨૨: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ બાબતે હાલ વિવિધ પ્રકારની કરવામાં આવતી કામગીરીની વિગત આપતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં સરળ ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ માટે મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં વિવિધ શ્રેણીબદ્ઘ પગલાંઓ લીધા છે. જે પૈકી કેટલીક કામગીરી અત્યારે પણ ચાલુ છે. ટ્રાફિકની સમસ્યા હલાવી બને તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે. અને આ માટે નં દ્વારા આજ સુધી થળેલ કાર્યવાહીતી ટ્રાફિક આ મુજબ છે.

રાજકોટ શહેરમાં આવેલ મુખ્ય ૪૮ રાજયમાર્ગો તથા ૧૫ મીટર પહોળાઈ સુધીના મુખ્ય માર્ગો ૫૨ કુલ અંદાજે ૧૪૧.૦ કીમી લંબાઈની ફૂટપાથ બનાવવામાં આવેલ છે. તેમજ ભારત સરકારશ્રીના અમૃત મિશન અંતર્ગત શહેરના વિવિધ રોડ પર અંદાજીત ૧૫.૪૦ કીમી લંબાઈની ફૂટપાથ ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

ભારત સરકારશ્રીના સ્માર્ટ મિશન પ્રોજેકટ અંતર્ગત શહેરમાં કુલ ૩૦ મુખ્ય ટ્રાફિક જંકશન ઉપર ખ્વ્ઘ્લ્ પ્રકારના ટ્રાફિક સિગ્નલો મુકવા અંગે તેમજ આ તમામ જંકશન ઉપર રાહદારીઓને ક્રોસિંગ માટે ઈલેકટ્રોનિક લાઈટીંગ સિગ્નલો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

લોકોને શ્નનોન મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટો' મહતમ ઉપયોગ કરવા માટે શહેરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૩ સાઈકલ શેરિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ નવા ૧૦ સાઈકલ શેરિંગ સ્ટેશનો કાર્યરત કરવાનું આયોજન હાથ પર છે. આ ઉપરાંત એસ્ટ્રોન ચોક પાસે જન કલ્યાણ સોસાયટીથી સર્વેશ્વર ચોક સુધી ૭૦૦ મીટરની રાહદારી માટે વોક વે તેમજ સાયકલ ચલાવનાર માટે સાઈકલ ટ્રેક બનાવવા આવેલ છે, જેનાથી સાયકલ ચાલકો તથા રાહદારીઓ માટે અંદાજે ૮૦૦ મીટરનં અંતર ઓછુ થયેલ છે.

ઉપરોકત પ્રોજેકટની સફળતા બાદ નવા બે સ્થળોએ (૧) મારુતી ચોક સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ ચોક થી વોંકળાને સમાંતર કાલાવડ રોડ ગાયત્રી મંદિર સુધી તથા (૨) સંત કબીર રોડ થી વોંકળાને સમાંતર મોરબી રોડ સુધી નવા સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે.

રાજકોટ શહેરમાં અંદાજીત ૪૨ નંગ મુખ્ય ટ્રાફિક સર્કલો BOTના ધોરણે ડેવલોપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે જે મોટા ભાગનું કામ પૂર્ણ થયેલ છે, તેમજ આંશિક કામગીરી ચાલુ છે.

રાહદારીઓની સુરક્ષા માટે શહેરમાં ૪૮ મુખ્ય રસ્તાઓ પૈકી વધારે ટ્રાફિક ધરાવતા કુલ ૨૨ મુખ્ય રસ્તાઓ ઉપર રી-લેન માર્કિંગ, સ્ટોપ લાઈન તથા સ્પીડ બ્રેકર, નો પાર્કિંગ, ઝીબ્રા ક્રોસિંગ, હોસ્પિટલ તેમજ સ્કુલ વિગેરે માટે સાઈનેઝીસ મુકવામાં આવેલ છે.

જુના યુનીવર્સીટી રોડ પર પોસ્ટ ઓફીસ પાસેના ચોકમાં અવાર નવાર થતા અકસ્માતોને ધ્યાને લઇ નવું ટ્રાફિક સર્કલ ડેવલપ કરવામાં આવેલ છે, જેથી વાહનોની સ્પીડ કંટ્રોલ કરી શકાયેલ છે. તથા નવું સર્કલ એ.જી. ચોક થી આલાપ ચોક તેમજ કોટેચા ચોકને રીડીઝાઈન કરી ટ્રાફિક સમસ્યા નિવારવા અંગે કાર્યવાહી કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં પાર્કિંગ સમસ્યાને ધ્યાને લઇ મુખ્ય રસ્તા તથા મુખ્ય બજારને લાગુ કુલ ૨૪ લોકેશન પર પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવામાં આવેલ છે, તથા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કુલ ૬ લોકેશન પર પાર્કિંગ પ્લોટ ડેવલપ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

આ ઉપરાંત રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને શહેરમાં ટ્રાફિકનું નિવારણ કરવા વિભિન્ન સ્થળો પર હાઈટ ગેઈજ, પાર્કિંગ પટ્ટા, પાર્કિંગ-નો પાર્કિંગ ના બોર્ડ, હયાત ડીવાઈડરના ગેપ બંધ કરવા, નવા સર્કાલોનું આયોજન, નવા ટ્રાફિક સિગ્નલ જેવી અગત્યની કામગીરી કરવામાં આવે છે.

(4:28 pm IST)
  • યુપીમાં ભાજપના 11 ધારાસભ્યો સહીત 13 નેતાઓને 10-10 લાખની ખંડણી માંગી ધમકી :તમામને સંદેશાની ભાષા એકસરખી :ખાડીના દેશોમાં છુપાયેલ અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા :એસટીએફ અને ડીજીપી મુખ્યાલયના સાયબર સેલને તપાસ સોંપાઈ access_time 1:18 am IST

  • ૫ વર્ષમાં ખાનગી બેંકોના ૧ લાખ કરોડ ડૂબ્યાઃ આઈસીઆઈસીઆઈ, એકિસસ બેંક, એચડીએફસી વગેરે બેંકોનો સમાવેશ access_time 11:17 am IST

  • અરબી સમુદ્રમાં ડિપ્રેશન : ૪૮ કલાકમાં વાવાઝોડું સંભવ : ૧૫ જૂનથી ગુજરાતમાં ચોમાસુ સક્રિય થવાની સંભાવના access_time 11:36 am IST