Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટ-મુંબઈ વચ્ચે વધુ એક ટ્રેન સેવાનો ૨૭મી આસપાસથી પ્રારંભ

દુરંતો એક્ષપ્રેસ સંપૂર્ણ એ.સી. ટ્રેનઃ મોહનભાઈના પ્રયાસો સફળ : સાંજે ૬.૩૦ વાગ્યે રાજકોટથી ઉપડી સવારે ૬ વાગ્યે મુંબઈ પહોંચશે

રાજકોટ, તા. ૨૨ :. ભારતીય રેલ તંત્ર દ્વારા દુરંતો એકસપ્રેસને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાના નિર્ણયનો અમલ થવાની તૈયારી છે. તા. ૨૭ મે આસપાસથી રાજકોટ-મુંબઈ વચ્ચે આ વધુ એક ટ્રેન સેવા શરૂ થશે. સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ કરેલા પ્રયાસો સફળ થયા છે. રેલ મંત્રી પિયુષ ગોયલે તેમને પત્ર લખી દુરંતો એકસપ્રેસ રાજકોટ સુધી લંબાવવાના નિર્ણયની જાણ કરી હતી. હવે તા. ૨૭ આસપાસથી મોહનભાઈના હસ્તે આ ટ્રેન સેવાનો પ્રારંભ થશે.

સંપૂર્ણ એ.સી. દુરંતો એકસપ્રેસ દરરોજ સવારે ૧૦.૫૫ વાગ્યે રાજકોટ આવશે. સાંજે ૬.૩૦ વાગ્યે રાજકોટથી ઉપડી બીજે દિવસે સવારે ૬ વાગ્યે મુંબઈ પહોંચશે. ટ્રેન સેવા શરૂ થવાનો વિગતવાર કાર્યક્રમ એકદમ ટુંક સમયમાં જાહેર થશે.

(4:27 pm IST)