Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટમા રમાશે કોર્પોરેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ

મીની આઇપીએલ જેવું આયોજન : ૧૭ જુનથી ડ્રાઇવઇનના મેદાન પર ટેનીસ બોલની જામશે સટાસટી : ડી.જે.ની ધમાલ અને ટ્રેડીશ્નલ પહેરવેશમાં ચીયર ગર્લ ખેલાડીઓનો ઉત્સાહ વધારશે

રાજકોટ તા. ૨૨ : કોર્પોરેટ જગતના કર્મચારીઓ રમત ગમત ક્ષેત્રે આગળ આવે તેવા હેતુથી 'પોએમા સ્પોર્ટસ' દ્વારા 'રાજકોટ  કોર્પોરેટ ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ' નું આયોજન કરાયુ છે.

આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા પોએમાના સ્ટીફન બેન્જામીન અને મોહન ક્રિપલાણીએ જણાવેલ કે રાજકોટમાં અમોએ તા. ૧૭ જુનથી ૨૪ જુન સુધી કાલાવડ રોડ પરના ડ્રાઇવન ગ્રાઉન્ડ ખાતે આયોજીત કરેલ આ કોર્પોરેટ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ એક મીની આઇપીએલ બની રહે તેવા અમારા પ્રયાસો છે.

ટેનીસ બોલથી રમાનાર આ ટુર્નામેન્ટમાં એસ.બી.આઇ., માહી ઇન્ડસ્ટ્રીઝ, અમુલ, પ્રેમજી વાલ્જી, ગૌતમ ઇન્ડસ્ટ્રીઝ સહીતની કોર્પોરેટ કંપનીઓ ભાગ લેશે. કુલ ૧૬ ને ૪ ગ્રુપમાં વહેંચી દરરોજ સાંજે ૬ થી મોડી રાત્રી સુધી એમ ત્રણ ત્રણ મેચ રમાડવામાં આવશે. બાદમાં સેમી ફાઇનલ અને ફાઇનલ રમાશે.

તમામ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાશે. ફાઇનલ વિજેતાને ટ્રોફીથી સત્કારવામાં આવશે.

સ્ટીફન બેન્જામીને જણાવેલ કે માત્ર ક્રિકેટની રમત પુરતી આ ટુર્નામેન્ટ સમીત નહી રહેતા થોડી મનોરંજક અને આરોગ્યપ્રદ પણ બની રહેશે. આજે ભાગદોડભરી દુનિયામાં કામ કરતા કોર્પોરેટ કર્મચારીઓ કસરત કે યોગ્ય ભોજન બાબતે ધ્યાન આપી શકતા નથી. ત્યારે અમે આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓ માટે આરોગ્યપ્રદ ફુડ પીરસવા પ્રયાસ કરશું. તેમજ તેઓને આ અંગે માર્ગદર્શન પણ અપાશે.

વળી મેદાન ઉપર પ્યુનથી માંડીને મેનજર સુધીના લોકો એકબીજાના પરિચયમાં આવવાથી પરસ્પર આત્મીયતા વધશે.

મેચ દરમિયાન મ્યુઝીક-ડી.જે.ની ધમાલ પણ આનંદ કરાવશે. ચીયર ગર્લ્સ પણ હશે. પરંતુ અહીં નવીનતા એ હશે કે તમામ ચીયર ગર્લ્સ મર્યાદા લોભાય તેવા પહેરવેશના બદલે એકદમ ટ્રેડીશ્નલ વેશભુષામાં હશે. મોજ આવે ત્યારે પરંપરાગત નૃત્યોની ઝલક જોવા મળશે.

ટુંકમાં ટીમ સ્પીરીટ આત્મીયતામાં વધારો થાય તેવા આશયથી આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી હોવાનું મોહન ક્રિપલાણી (મો.૯૯૭૮૨૫૫૫૧૧) એ જણાવેલ.

તસ્વીરમાં માહીતી રજુ કરી રહેલા  પોએમા સ્પોર્ટસના સ્ટીફન બેન્જામીન ઓ મોહન ક્રિપલાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:17 pm IST)
  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • કોંગ્રેસ-JDS જોડાણ અસંવૈધાનિકઃ સુપ્રિમમાં પહોંચી હિન્દુ મહાસભા : વજુભાઇ વાળાએ કુમાર સ્વામીને આપેલું આમંત્રણ ગેરકાયદે જાહેર કરવા માંગણી : શપથ ગ્રહણ રોકો : તત્કાળ સુનાવણીની રજૂઆત access_time 11:17 am IST

  • યુપીમાં ભાજપના 11 ધારાસભ્યો સહીત 13 નેતાઓને 10-10 લાખની ખંડણી માંગી ધમકી :તમામને સંદેશાની ભાષા એકસરખી :ખાડીના દેશોમાં છુપાયેલ અપરાધી અલી બાબા બુધ્ધેશનો હાથ હોવાની શંકા :એસટીએફ અને ડીજીપી મુખ્યાલયના સાયબર સેલને તપાસ સોંપાઈ access_time 1:18 am IST