Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા માધાપર ચોકડીએ છાશ વિતરણ

રાજકોટ તા ૨૨ : રાજકોટ તાલુકા યુવા ભાજપ દ્વારા છાશ, પાણી સેવા સંકલ્પ નો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યકમમાં ૨૫૦૦ થી વધુ લોકોએલાભ લીધેલ તેમજ હાઇવેપરથી પસાર થતા મોટા વાહનો બસ, ટ્રક, રિક્ષા ના મુસાફરો, રાહદારીઓ એ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડિે.કે.સખીયા, ઉપ-પ્રમુખ નિતીનભાઇ ઢાંકેચા,રા.લો સંઘ ડીરેકટર મનસુખ સરધાર, રાજકોટ તા.પં. પ્રમુખ ઘોઘુભા જાડેજા, રાજકોટ જીલ્લા યુવક પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, મહામંત્રી રોહીતભાઇ ચાવડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ સેખલીયા, મહામંત્રી શૈલેષભાઇ અજાણી, ઉપ પ્રમુખ ધીરેનભાઇ સંખારવા, માધાપર સરપંચશ્રી છગનભાઇ, પરા પીપળીયા સરપંચ શ્રી વિક્રમભાઇ હુબંલ વગેરે આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી પ્રવિણભાઇ ભુપતભાઇ સેગલીયા તથા ઉપરપ્રમુખ વિશાલ સાકચા, આકાશ રવિયા, મનવીર ચાવડા, હીતેષ હુંબલ મંત્રી વિમલ ખંડવી, મયુર કુઁગશીયા, હરેશ ડાંગર, તેમજ યુવા મોરચા ના કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી

(4:16 pm IST)