Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

રાજકોટની જય ચૌહાણને કેનેડામાં લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ

રાજકોટઃ રાજકોટના પનોતાપુત્ર જય ચૌહાણને કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે લાઈફટાઈમ અચિમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. કેનેડાની ગુજરાત કાઉન્સિલ દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.

ગુજરાત કાઉન્સિલના પ્રમુખ નરેશ ચાવડાના હસ્તે જય ચૌહાણને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ કેનેડામાં જજ તરીકે સફળતા પૂર્વક ફરજ બજાવી ચૂકયા છે. તેઓ વકીલ, લેખક અને દાનવીર તરીકે કેનેડાના ગુજરાતી સમાજમાં માનભર્યું સ્થાન ધરાવે છે. તેમણે 'લવ ઈન ધ એમ્પાયર'નામનું પુસ્તક પણ લખ્યું છે. આ સિવાય તેઓ કેનેડામાં ભારતીય સમુદાયને ઉપયોગી ઘણી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. તેઓ કાયદા ઉપરાંત વિવિધ વિષયો ઉપર લેકચર પણ આપે છે. જય ચૌહાણના પિતા પોપટભાઈ ચૌહાણ રાજકોટ સ્થિત આર્યસમાજના પ્રમુખપદે સેવા આપી ચુકયા છે.

(4:15 pm IST)