Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મુંબઇ સ્થિત જાણીતી કંપની વીન્ડ વર્લ્ડ(ઇન્ડીયા)લી, અને તેના ડીરેકટરો સામે રાજકોટની કોર્ટમાં ફરિયાદ

કંપની લો-ટ્રીબ્યુનલમાં કેસ પુરો કરવા આપેલ ૨ કરોડ ૬૪ લાખના ચેકો પરત ફર્યાઃ કંપનીના ડીરેકટરો વિરૂધ્ધ વોરંટ નીકળ્યા

રાજકોટ, તા.૨૨: રાજકોટના પંચનાથ રોડ પર આવેલ હિમાલયા ટ્રેડ-લોજીસ્ટીક પ્રા. લી. પાસેથી ક્રેઇન તથા સંલગ્ન સાધનલ જરૂરીઆત મુજબ વપરાશમાં લઇ તે પેટેના બીલના રૂપીયા ૨ કરોડ ૬૪ લાખની રકમ ચૂકવવા માટે આપેલ ચેકો પરત ફરતા મુંબઇ સ્થિત દેશની પ્રખ્યાત કંપની વિન્ડ વર્લ્ડ (ઇન્ડીયા)લી. તથા તેના ડિરેકટરોના વોરંટ કાઢવામાં આવેલ છે.

આ કેસમાં હકીકત આવી છે કે, રાજકોટના પંચનાથ મંદિર પાસે આવેલ હિમાલય ટ્રેક લોજીસ્ટીક પ્રા.લી. ડિરેકટર કિરણકુમાર ચંદુલાલ કોઠારીએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે ફરિયાદીની કંપની મોટસ કેઇન તથા સંલગ્ન સાધનો ભાડે આપવાનું કામકાજ કરે છે. ઓફટોબર-૨૦૧૫ થી જુન-૨૦૧૭ સુધીના સમયગાળામાં મુંબઇના વેરા દેસાઇ રોડ, અંધેરી(વેસ્ટ)સ્થિત વિન્ડ વર્લ્ડ(ઇન્ડિયા)લી. એ ફરીયાદી કંપનીને  વર્કઓર્ડર મુજબ કેઇન સાઇટ ઉપર સપ્લાઇ કરવા ઓર્ડર આપેલ હતો. જે વર્ક ઓર્ડર મુજબ ફરીયાદી હિમાલયા ટ્રેડ  લોજીસ્ટીક પ્રા.લી. એ આરોપી વિન્ડ વર્લ્ડને ઓર્ડર મુજબ કેઇન સાઇટ ઉપર સપ્લાઇ કરેલ હતી. સદરહુ ઓર્ડર પૂર્ણ થતાં ફરીયાદી હિમાલય ટ્રેડ લોજીસ્ટીક પ્રા.લી. દ્વારા ભાડે સપ્લાઇ કરેલ કેઇનનું બીલ પેટે રૂ. ૨, ૭૩,૮૯,૦૦૨/- આપેલ હતું. જે બીલ પેટે આરોપીએ પાર્ટ પેમેન્ટ તરીકે રૂ. ૧૩,૧૫,૦૩૧/- આપેલ હતું અને બાકી રહેતી રકમ ચૂકવેલ ન હતી.

ફરીયાદીએ બાકી રહેતી રકમ ચુકવવા માટે ઘણી માંગણી કરેલ હતી પરંતુ આરોપીઓ દ્વારા રકમની ચુકવણી કરવામાં આવેલ ન હતી. જેથી ફરીયાદી દ્વારા(નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)અમદાવાદમાં આરોપીએ વિરૂધ્ધ ઇન્સોલવન્સી એન્ડ બેંકરપટ્સી મુજબ અરજી કરેલ હતી ફરીયાદની અરજી થતા આરોપીઓ રૂ. ૬૪ માં હાજર થયેલ હતા અને ફરિયાદીને તેની બાકી હતી ફરિયાદની નિકળતી રકમ રૂ. ૨,૬૪,૧૬,૧૭૨/- (અંકે રૂપીયા બે કરોડ ચોસઠ લાખ સોળ હજાર એકસો બૌતેર) ચૂકવવા આપવા લેખીત બાહેંધરી આપી જુદીજુદી તારીખોના ચેકો આપેલ હતા.

આરોપીઓએ ટ્રીબ્યુનલ સમક્ષ પેટે આપેલ ચેકો ફરિયાદીએ પોતાની બેંકના ખાતામાં જમા કરાવતા પરત ફરેલ હતા જેથી ફરીયાદી રાજકોટના એડવોકેટ શ્રી તુષાર એમ. ગોકાણીનો સંપર્ક કરેલ હતો અને આરોપીઓને કાયદેસરની ટ્રીબ્યુનલ  સમક્ષ થયેલ કાર્યવાહી અને આપેલ બાંહેધરી મુજબ રકમ ચૂકવવા નોટીસ પાઠવેલ હતી. જે નોટીસો આરોપીઓને બજી ગયેલ હોવા છતા પૈસા ભરેલ ન હતા. જેથી આરોપીઓએ આપેલ જુદા-જુદા ચેકોની રાજકોટની અદાલતોમાં ફરીયાદો દાખલ કરેલ હતી જે ફરીયાદના કામે તમાામ ડિરેકટરો(૧)યોગેશ મેહરા, અજય મેહરા તથા સિધ્ધાર્થ મેહરા વિરૂધ્ધ વોરંટ ઇસ્યું કરવાનો આદેશ કરેલ છે.

આ કામમાં ફરીયાદી હિમાલયા ટ્રેડ- લોજીસ્ટીક પ્રા.લી. વતી એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમુતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી કેવલ પટેલ રોકાયેલ છે.

(4:15 pm IST)