Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જંકશનના કાર પાર્કિંગમાં બનાવાયેલા શૌચાલયમાં ભારે ગંદકીઃ ટેકસી ચાલકોમાં અને મુસાફરોમાં દેકારો

રાજકોટઃ જંકશન રેલ્વે સ્ટેશનના કાર પાર્કિંગમાં બનાવવામાં આવેલા મ્યુ. કોર્પોરેશન સંચાલિત શૌચાલયમાં કેટલાક દિવસથી ગંદકી ઉભરાઇ રહ્યાની ફરિયાદો ઉઠી છે. શૌચાલય નજીક જ પાર્કિંગમાં ટેકસી રાખીને ઉભા રહેતાં ટેકસી ચાલકોના જણાવ્યા મુજબ આ શૌચલાયમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી યોગ્ય સફાઇ થતી ન હોવાથી ગંદકી ઉભરાઇને બહાર આવી રહી છે. શૌચાલયની યોગ્ય દેખરેખ રાખનાર પણ કોઇ હોતું નથી. આજે સવારે પણ ગંદકી ઉભરાતાં આસપાસમાં દૂર્ગંધ ફેલાઇ ગઇ હતી. અહિથી પસાર થતાં મુસાફરોમાં પણ દેકારો મચી ગયો હતો. તસ્વીરમાં શૌચાલય અને બહાર ઉભરાઇને આવેલી ગંદકી જોઇ શકાય છે

(4:01 pm IST)