Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

શાપર વેરાવળમાં લીંબડી પંથકનાં મુકેશ વાણીયાને મોતને ઘાટ ઉતારનાર જવાબદારોને કડક સજા કરોઃ પ્રદેશ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પરિવારની મુલાકાતે

નરનાળા ગામમાં દફનવિધી સમયે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતી

રાજકોટ તા. રર :.. શાપર વેરાવળની રાદડીયા ફેકટરીમાં ઢોર માર મારવામાં આવતા લીંબડીના પરનાળા ગામના યુવકનું  મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. ત્યારે આજે સાંજે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો પરનાળા ગામે આવીને પરિવારને સાંત્વના પાઠવશે. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજય સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચુકવવા માંગણી કરીને કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવશે.

વઢવાણનો અહેવાલ

લીંબડી તાલુકાના પરનાળા ગામના રહેવાસી મુકેશભાઇ વાણીયા તાજેતરમાં રાજકોટ મુકામે મજુરી કામે ગયેલ ગઇકાલ તારીખ ૨૦-૫-૨૦૧૮ના રોજ વહેલી સવારે સાપર વેરાવળમાં રાદડીયા ફેકટરી આગળથી પસાર થતા ત્યા ઉભેલા ફેકટરીના માણસોએ મુકેશભાઇને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા.

જેની દફન વિધિ પરનાળા મુકામે કરેલ જેની મુલાકાતે કોંગ્રેસના પુર્વ. સાંસદ અને અનુસુચિત જાતિ આયોગના પુર્વ.મેમ્બર્સ શ્રી રાજુભાઇ પરમાર સાહેબ અને લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખુશાલભાઇ જાદવ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપ.પ્રમુખ બી.કે.પરમાર અનુસુચિત જાતિ સેલ પ્રમુખ બાબુભાઇ સોલંકી લીંબડી તાલુકા કોંગ્રેસ આઇ ટી સેલ પ્રમુખ સંજય કુમાર જાદવ લીંબડી તાલુકા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ રણછોડભાઇ લીંબડી તાલુકા કોંગ્રેસના મહામંત્રી દલપતભાઇ મકવાણા અને કોંગ્રેસના આગેવાના ડેલીગેસન સાથે રાજુભાઇ પરમાર સાહેબે મૂતકના પરીવાર જનોને મળી સાંત્વના આપી અને કહ્યું કે અમારી જયા પણ જરૂરી પડે ત્યા અમને ફોનથી  જાણ કરશો તો જરૂર પડશે ત્યા મદદ કરશુ.(૭.૧૪)

(12:04 pm IST)