Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સત્તા થકી સેવા એ જ ભાજપનો ધર્મઃ ભીખુભાઇ દલસાણીયા

રાજકોટ જીલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠકમાં માર્ગદર્શન

રાજકોટ, તા.૨૨: ગુજરાત પ્રદેશ ભાજપાએ સંગઠનાત્મક રચના અંગેની ગુજરાતભરમાં બેઠકના દોરના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપા કાર્યલય ખાતે જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યુ હતું. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી ડી.કે.સખીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, જીલ્લા મહામંત્રીશ્રી જયંતીભાઇ ઢોલ, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ મંડલના પ્રભારીશ્રીઓ, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યું હતું કે, પંચ મહાભૂતમાં પાંચ વસ્તુ મહત્વની છે જેમાં જળએ પણ ખુબજ મહત્વની છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની દીર્ઘદ્રષ્ટિએ ગુજરાતમાં વધુમાં વધુ જળસંગ્રહ થઇ શકે તે માટે 'સુજલામ સુફલામ યોજના' જાહેર કરીને જળસંચયમાં પોતે શ્રમદાન કરી કામગીરીની શરૂઆત  કરી ભારતીય જનતા પાર્ટી સતા થકી સેવા એ જ પરમોધર્મ છે. જળસંચયએ સમાજહિતનું કામ છે. આ કામ થકી સમાજને જોડવાનું કામ છે. ભાજપા મત માટે નહિ પરંતુ સેવા કાર્યો થકી ઓળખાય છે.

ડી.કે.સખીયાએ બેઠકની શરૂઆતમાં શ્રી ભીખુભાઇ દલસાણીયાના જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. આભારવિધિ જીલ્લા ઉપપ્રમુખશ્રી નીતિનભાઇ ઢાંકેચાએ કરી હતી. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા હિરેનભાઇ જોશી, અલ્પેશભાઇ અગ્રાવત જયેશભાઇ પંડયા, દિપકભાઇ ભટ્ટ, બીપીનભાઇ રેલીયા, વિવેક સાતા, ધવલ દાફડા, વિરાજ જોશી, રવિ જોશી, હરેશ રૈયાણી, કિશોર રાજપૂત સહીતનાએ જહેમત ઉઠાવી હતી. તેમ જીલ્લા મીડિયા ઇન્ચાર્જશ્રી અરૂણભાઇ નિર્મળ જણાવે છે. (૨૩.પ)

(11:54 am IST)