Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ચંપકનગર સોસાયટીમાં ડામર પેવર કામનો પ્રારંભઃ ખાતમુહૂર્ર્ત

શહેરના તમામ  વોર્ડ વિસ્તાર શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ત્વરિત મળી રહે તે માટે સતત કામગીરી કરવામાં આવે છે. ભાજપના જાગૃત કોપોરેટરશ્રીએ દ્વારા વિસ્તારના જુદા-જુદા લોકઉપયોગી કામો મંજુર કરાવવામાં આવે છે તેના જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૬માં ચંપકનગર સોસાયટીમાં ડામર પેવર કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરાયું. આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ દંડક રાજુભાઇ અધેરા, વોર્ડ નં.૦૪ના કોપોરેટર અશ્વિનભાઇ મોલીયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન દલસુખભાઇ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઇ રાદડીયા, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નયનાબેન પેઠડીયા, વલ્લભભાઇ દુધાત્રા, વિનુભાઇ તળપદા, મનસુખભાઇ જાદવ, બાબુભાઇ વેકરીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:38 pm IST)