Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વ્યાજખોરોથી ત્રાસેલા લોકો માટે આજે ત્રીજો લોકદરબાર યોજાશે

હેમૂગઢવી હોલખાતે એડીવીઝન, બીડીવીઝન,થોરાળા, કુવાડવા રોડ અને આજીડેમ તથા અલ્કા સોસાયટી કોમ્યુ.હોલમાં યુનિવર્સિટી તાલુકા, માલવીયાનગર, ગાંધીગ્રામ અને પ્રનગર પોલીસ મથક હેઠળના વિસ્તારોના લોકોનો સમાવેશ

રાજકોટ તા.૨૧: શહેરમાં વ્યાજખોરોનું દુષણ મોટા પાયે વકરતુ જાય છે. અગાઉ પણ બે-બે લોકદરબાર યોજાયા છતાં વ્યાજખોરોનો ત્રાસ બંધ થયો નથી તાજેતરમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. વ્યાજખોરીની અસામાજીક પ્રવૃતીને ડામવા માટે પોલીસ દ્વારા આજે હેમુગઢવી હોલ તથા અલ્કા સોસાયટી કોમ્યુનીટી હોલ ખાતે  બોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ઝોન-૧ વિસ્તાર કે જેમાં ભકિતનગર, એડીવીઝન, બીડીવીઝન, થોરાળા, કુવાડવા રોડ અને આજીડેમ પોલીસ મથકના વિસ્તારના લોકો માટે હેમુગઢવી હોલ ખાતે લોકદરબાર યોજાશે.

જયારે ઝેન-૨ વિસ્તાર કે જેમાં યુનિવર્સિટી, તાલુકા, માલવીયાનગર, ગાંધીગ્રામ અને પ્રનગર વિસ્તારના લોકો માટે મવડી રોડ અલ્કા સોસાયટીમાં કોમ્યુનિટી હોલ ખાતે લોકદરબાર યોજાશે. બંને લોકદરબારનો સમય સાંજે ૫ થી ૭ નો રહેશે.

પોલીસે આ લોક-દરબારમાં જે-જે વ્યકિતઓ વ્યાજખોરોની હેરાનગતિનો ભોગ બન્યા હોય તેમને અચુક હાજર રહેવા અનુરોધ કર્યો છે. શહેરમાં આ અગાઉ પોલીસ દ્વારા બે-બે લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં ભોગબનેલા લોકોએ રજૂઆત કરી હતી. જેના આધારે વ્યાજખોરી સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા ભોગ બનનારાઓ માથાભારે વ્યાજખોરોને કારણે પોલીસ સામે રજૂઆતો કરતા પણ ડરે છે. આથી આવા લોકોનો ડરપોલીસ દૂર કરવાને પણ જરૂરી છે આ બોડ દરબાર ઝેન-૧ના ડીસપી બલરામ મીણા ઝેન-૨ના ડીસીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાશે.

(4:13 pm IST)