Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

મલાઇદાર સીન્ડીકેટના પદની ગોઠવણ સફળઃ પ ભાજપ અને એક બેઠક કોંગ્રેસની બીનહરીફ થઇ

નેહલ શુકલ, મેહુલ રૂપાણી, ભાવીન કોઠારી, ગીરીશ ભીમાણી, ભરત રામાનુજ, હરદેવસિંહ જાડેજા વિજેતા

રાજકોટ તા. રર :.. કોરોનાના કપરા કાળમાં દેશ પસાર થઇ રહ્યો છે. દરરોજ સંક્રમીતોની સંખ્યા નવો કિર્તીમાન સ્થાપે છે. દવા બેડ, ઇન્જેકશન, ઓકસીજન માટે લોકો દોડધામ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ મહામંડળ સીન્ડીકેટની ચૂંટણીમાં ગજબનાક ગોઠવણ થઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટ ૬ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ધારણા મુજબ પ બેઠકો ઉપર ભાજપ અને એક બેઠક ઉપર બીનહરીફ થયા છે.

જાણવા મળતી વિગત મુજબ મલાઇદાર ગણાતુ પર સીન્ડીકેટની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે જનરલ કેટેગરીમાં કુલ પ અને ટીચર વિભાગની ૧ બેઠક ઉપર માત્ર એક ફોર્મ આવતા ચૂંટણી બીનહરીફ થઇ છે.

જનરલ વિભાગમાં ભાજપના નેહલ શુકલ, ભાવીન કોઠારી, ગીરીશ ભીમાણી, ભરત રામાનુજ અને કોંગ્રેસના હરદેવસિંહ જાડેજા તેમજ ટીચર  વિભાગમાં એક માત્ર મેહુલ રૂપાણીએ દાવેદારી કરી હતી. જેની સામે કોઇ ઉમેદવાર ન આવતા બીન હરીફ થયાનું જાણવા મળે છે.

કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળા સમયે યુનિવર્સિટીમાં મલાઇદાર પર માટે બરોબરની  ભાગબટાઇ થઇ હોવાની ચર્ચા છે.

(4:18 pm IST)