Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રેસકોર્ષ રીંગ રોડ પર સવારે માસ્ક વગર વોકીંગમાં નીકળતા ૧પ પોલીસની ઝપટે ચડયા

રાત્રી કર્ફયુના ૧૦૪, માસ્કના ૧૪, દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સના ૧ર, રીક્ષામાં વધુ પેસેન્જર લઇ નીકળતા ૧ર મળી કુલ ૧૩૦ કેસ

રાજકોટ તા. રરઃ કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડ લાઇન મુજબ પોલીસ કમિશનરના અલગ અલગ જાહેરનામાનું પોલીસ કડક પલાન કરાવી રહી છે આજે વહેલી સવારે રેસકોર્ષ રીંગ રોડ પર માસ્ક પહેર્યા વગર વોકીંગમાં નીકળનારા ૧પ કેસ તથા રાત્રી કર્ફયુ ભંગના ૧૦૪, માસ્કના ૧૪ દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સના ૧ર મળી ૧૩૦ કેસ નોંધાયા છે.

કોરોના મહામારીમાં વધતા સંક્રમણને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રી કર્ફયુ તથા અન્ય જાહેરનામાનું કડક પાલન કરાવી રહી છે. જેમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજે વહેલી સવારે રેસકોર્ષ રીંગ રોડ પર પ્ર.નગર પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં માસ્ક પહેર્યા વગર વોકીંગમાં નીકળેલા ૧પ વ્યકિતને પકડી દંડ વસુલી કાર્યવાહી કરવામાં આવી હતી જયારે રાત્રી કર્ફયુના ૧૦૪, માસ્કના ૧૪, દુકાન બહાર સોશિયલ ડીસ્ટન્સના ૧ર, તથા રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળતા ૧ર મળી કુલ ૧૩૦ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

(4:03 pm IST)