Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ઓકિસજનના બાટલા ભરાવવા જતાં હોસ્પિટલોના વાહનોને એમ્બ્યુલન્સની કેટેગરી, સાયરનની છૂટ આપો

સમય બચાવવા માટે BRTS રૂટ ઉપર વાહન ચલાવવાની મંજૂરી આપોઃ ડો.હેમાંગ વસાવડા

રાજકોટ,તા.૨૨: ઓકિસજનના બાટલા ભરાવવા જતાં હોસ્પિટલોને એમ્બ્યુલન્સની કેટેગરીમાં ગણી સાયરનની મંજૂરી આપવા તેમજ આ વાહનોને બીઆરટીએસ રૂટ ઉપર ચલાવવાની મંજૂરી આપવા ડો.હેમાંગ વસાવડાએ સરકાર સમક્ષ રજુઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને જાણિતા ન્યુરોસર્જન ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં હોસ્પિટલોમાંથી ખાનગી વાહનો ઓકિસજનના બાટલા ભરાવવા માટે શાપર જાય છે. હાલ શહેરની દરેક હોસ્પિટલોમાં ઓકિસજનની ખૂબ જ જરૂરીયાત હોય આ વાહનોને એમ્બ્યુલન્સની કેટેગરીમાં ગણવા અને સાયરન લગવવાની પણ છુટ આપવી જોઈએ.

આ ઉપરાંત હોસ્પિટલોમાંથી શાપર અને ત્યાંથી ઓકિસજનના બાટલા લઈ પરત ફરતા હોય છે. પરંતુ ખૂબ જ ટ્રાફીટ સમસ્યા સર્જાતી હોય હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો પહોંચાડવામાં ખૂબ જ સમય વેડફાઈ જાય છે. જેથી આ વાહનોને બીઆરટીએસ રૂટ ઉપર ચલાવવા દેવાની મંજૂરી આપવામાં આવે જેથી સમય બચી જાય અને દર્દીઓના જીવ બચાવી શકાય અને ટ્રાફીકની સમસ્યામાંથી પણ મુકિત મળશે. તેમ ડો.વસાવડાએ અંતમાં જણાવ્યું છે.

(4:08 pm IST)