Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની પ્રેરણા

બચતનો સદઉપયોગઃ મહિકામાં સ્મશાન સુવિધા માટે ખેડુતનું પ્રેરક દાન

રાજકોટ તા.રર : ઘણીવાર કોઇ સેવાભાવી વ્યકિતની પ્રેરણાથી એટલું સુંદર કામ થતુ હોય છે કે, લોકો પણ આશ્ચર્યમાં  પડી જતા હોય કે આવુ જ કાંઇક રાજકોટના મહિકા ગામના નાના ખેડુતે કરી બતાવ્યુ છે. અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે અને રોજે રોજ અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ રહયા છે. આવી સ્થિતિમાં સ્મશાનમાં પણ જગ્યા ઓછા પડી રહી છે તેથી મહિકાના એક નાના ખેડુતે પોતાની બચતમાંથી રપ હજાર જેવી રકમ મહિકામાં કોરોનાથી મૃત પામેલા દર્દીના અંતિમ સંસ્કાર માટે સ્મશાન બનાવવા માટે દાનમાં આપી છે. સૌથી મોટી વાત એ છે કે, આ દાન તેમણે રાજકોટ જિલ્લા પંચાયતના સેવાભાવી પ્રમુખ ભુપતભાઇ બોદરમાંથી પ્રેરણા લઇને આપ્યુ છે.

છગનભાઇ સખીયા નામના આ ખેડુત આજે જિલ્લા પંચાયતમાં આવ્યા હતા અને પ્રમુખ ભુપતભાઇ બોદરને આ રકમનો ચેક અર્પણ કર્યો હતો. ભુપતભાઇએ તેમને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા અને કહયુ હતુ કે તમારા આ પગલાથી બીજા પણ પ્રેરણા લેશે તો ગ્રામ્ય વિસ્તારમાંથી બીજી સુવિધા પણ ઉભી કરી શકાશે.

(11:50 am IST)